લોકસભા: અમદાવાદ પૂર્વથી ભાજપના પરેશ રાવલ નહી લડે ચુંટણી

અટલ સમાચાર,અમદાવાદ લોકસભા ચૂંટણી માટે સત્તાધારી પાર્ટી ભાજપે ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જો કે પહેલા જ પાર્ટીના ઘણા સીનિયર નેતાઓએ 2019માં લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ બાદ ભાજપના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. વળી, અત્યારે હાલ મળતા સમાચાર મુજબ
 
લોકસભા: અમદાવાદ પૂર્વથી ભાજપના પરેશ રાવલ નહી લડે ચુંટણી

અટલ સમાચાર,અમદાવાદ

લોકસભા ચૂંટણી માટે સત્તાધારી પાર્ટી ભાજપે ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જો કે પહેલા જ પાર્ટીના ઘણા સીનિયર નેતાઓએ 2019માં લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ બાદ ભાજપના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. વળી, અત્યારે હાલ મળતા સમાચાર મુજબ ફિલ્મ અભિનેતા અને ભાજપ સાંસદ પરેશ રાવલે પણ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
કલરાજ મિશ્રના ચૂંટણી લડવાની મનાઈ કરવાના બે દિવસ બાદ હવે ફિલ્મ અભિનેતા અને અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ પરેશ રાવલે ચૂંટણી નહિ લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરેશ રાવલે ભાજપના હાઈકમાન્ડને આની જાણ પણ કરી દીધી છે. પરેશ રાવલ હાલમાં અમદાવાદ પૂર્વથી ભાજપના સાંસદ છે. તેમણે કહ્યુ છે કે પીએમ મોદીને સપોર્ટ કરતા રહેશે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની અધિસૂચના 28 માર્ચે જાહેર કરવામાં આવશે અને 4 એપ્રિલ સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં 26 લોકસભા સીટો પર મતદાન પૂર્ણ થશે.