આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો. આ પ્રસંગે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી મનમોહન સિંહ, પી. ચિદંબરમ અને પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહ્યા. મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે તેમાં જનતાનો અવાજ હોય તેથી હું કમિટીથી કહેતો હતો કે સામાન્ય લોકોની વાત કરવી જરૂરી છે. રાહુલે કહ્યું કે, તેમાં માત્ર પાંચ વાતો પર ફોકસ છે, કારણ કે કોંગ્રેસના લોકો જ પંજો છે. સૌથી પહેલા વાત ન્યાયની આવક, જેના દ્વારા અમે તમામ ખાતાઓમાં પૈસા જમા કરાવીશું. ગરીબી પર વાર, 72 હજાર એ પૈસા દરે વર્ષે આપવામાં આવશે.

વડાપ્રધાનપદના ઉમેદવારી પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું માત્ર પોતાની વાત કરું છું, તે દેશની ઉપર છે કે તેઓ શું વિચારે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણીનું નેરેટિવ સેટ થઈ ગયું છે, જે ગરીબી અને રોજગાર પર છે. દેશના વડાપ્રધાન કોઈ પણ રીતે પાછળ ન છુપાઈ શકે. તેઓએ કહ્યું કે ચોકીદાર છુપાઈ શકે છે પરંતુ ભાગી ન શકે.

કોંગ્રેસ મેનિફેસ્ટાના મહત્વના મુદ્દા

1) રોજગાર અને ખેડૂતો: મોદીએ બે કરોડ સરકારી નોકરીની વાત કરી હતી. અમે તપાસ કરતા માલુમ પડ્યું કે અત્યારે 22 લાખ સરકારી જગ્યા ખાલી પડી છે. અમે માર્ચ 2020 સુધી આ તમામ જગ્યાઓને ભરી દઈશું. આ ઉપરાંત 10 લાખ યુવાઓને ગ્રામ પંચાયતમાં રાજગારી આપીશું.
2) ન્યાય : પીએમ મોદીએ કહ્યું હતું કે અમે દરેક વ્યક્તિના ખાતામાં રૂ. 15 લાખ નાખીશું પરંતુ અમે સત્યની વધારે નજીક રહ્યા છીએ. અમે તપાસ કરી કે ગરીબોના ખાતામાં કેટલા પૈસા નાખી શકાય? અમે ભારતના 20 ટકા ગરીબોના ખાતામાં વર્ષે રૂ. 72 હજાર તેમના ખાતામાં જમા કરીશું.
3) ખેડૂત: અમે મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટીમાં હવે દિવસોની સંખ્યા 150 કરીશું. ખેડૂતો માટે અલગથી બજેટ હશે. ખેડૂતો જો પોતાની લોન ન ચૂકવી શકે તો તેને ક્રિમિનલ ઓફેન્સ નહીં ગણવામાં આવે. તેને સિવિલ ઓફેન્સ ગણાવામાં આવશે.
4) શિક્ષણ અને સ્વાસ્થ્ય: જીડીપીના 6 ટકા પૈસા શિક્ષણ પાછળ વાપરવામાં આવશે. અમને ખાનગી ઇન્સ્યોરન્સ પર ભરોસો નથી આથી કોંગ્રેસ સરકારી હોસ્પિટલોને મજબૂત કરશે. ગરીબમાં ગરીબ વ્યક્તિને હાઇક્વોલિટી હોસ્પિટમાં સુવિધા મળશે.
5) એન્ટરપ્રિન્યોરશીપ: નવો બિઝનેસ શરૂ કરવા માટે આજકાલ યુવાઓએ અનેક જગ્યાએ મંજૂરી લેવી પડે છે. અમારી સરકાર આવશે તો ત્રણ વર્ષ માટે હિન્દુસ્તાનને યુવાઓને બિઝનેસ ખોલવા માટે કોઈ મંજૂરી લેવી નહીં પડે. અમે તે માટે સ્કિમ લાવીશું.

પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે, આજ અમારા માટે ઐતિહાસિક દિવસ છે, લોકોની અપેક્ષા અને ભવિષ્યથી જોડાયેલો મેનિફેસ્ટો જાહેર કરવા જઈ રહ્યા છીએ. તેને અનેક લોકો સાથે ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ મેનિફેસ્ટોનો ઉદ્દેશ્‍ય ગરીબો માટે કામ કરવાનું છે, જેમાં મહિલાઓ, ખેડૂત પર ફોકસ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે તેની ચર્ચા સમગ્ર દેશમાં થશે અને દરેક આ મુદ્દે વાત કરશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code