લોકસભા ચૂંટણી: તાલાલાના MLA ભગવાન બારડને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસને વધુ એક ઝટકો

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા પડતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સુત્રાપાડાની કોર્ટે બે વર્ષ અને નવ મહિનાની સજા
 
લોકસભા ચૂંટણી: તાલાલાના MLA ભગવાન બારડને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસને વધુ એક ઝટકો

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા પડતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.
કોંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સુત્રાપાડાની કોર્ટે બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે તેમને રૂ. 2500નો દંડ પણ ફટાકાર્યો છે. સજા મળી છે. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી 24 વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવામાં આવી હતી. આ મામલે તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.
આ અંગોને કેસ સુત્રાપાડાની કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. આ કેસમાં શુક્રવારે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે તેમને ચોરીના ગુનામાં દોષિત જાહેર કરીને સજા ફટાકરી છે. પોતાના પ્રતિનિધિ એવા ધારાસભ્યને સજા ફટકારવામાં આવતા તાલાલા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ભગવાન બારડને સસ્પેન્ડ કરાયા તો બાબુ બોખિરિયાને કેમ નહી? : કોંગ્રેસ

પોતાના પક્ષના ધારાસભ્યને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે જો ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ પહેલા બાબુ બોખિરિયાને શા માટે સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા? બાબુ બોખિરિયાને કોર્ટે ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. બાબુ બોખિરિયાને વર્ષ 2013માં કોર્ટે આ સજા ફટકારી હતી.