આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

ભાજપે લોકસભાની ચૂંટણી માટે 11 બેઠકો પર સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જેમાં પક્ષના કેટલાંક સિનિયર નેતાઓની સાથે સાથે વર્તમાન સાંસદોએ પણ દાવેદારી નોંધાવી છે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકો સમક્ષ 37 જેટલા દાવેદારોએ ટીકીટ માંગી છે. મહત્વનું છે કે, સાંસદ લીલાધર વાઘેલાની સાથે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પણ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન અને બિલ્ડર તથા ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ટિકીટ માટે પણ તેમના સમર્થકો રજૂઆત કરશે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે શંકર ચૌધરીએ દાવેદારી નોંધાવી છે. શંકર ચૌધરીએ ટિકિટ માટે રજૂઆત કરી હતી.

જેમાં સૌથી વધુ ચૌધરી સમાજના સભ્યોએ દાવેદારી નોંધાવી છે. તો સામે ઠાકોર સમાજના સભ્યોએ પણ દાવેદારી નોંધાવી છે. અને જો ઠાકોર સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે. 

 

ભાજપમાંથી ટીકીટ મળી શકે તેવા મુખ્ય દાવેદારો

શંકર ચૌધરી, ચેરમેન બનાસડેરી અને પૂર્વ મંત્રી

હરિભાઈ ચૌધરી, વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી

પરથી ભટોળ, પૂર્વ ચેરમેન બનાસડેરી

શશીકાંત પંડ્યા, ધારાસભ્ય ડીસા

કેશાજી ચૌહાણ, ભાજપ પ્રમુખ બનાસકાંઠા અને પૂર્વ મંત્રી

 

 

કોંગ્રેસમાંથી ટીકીટ મળી શકે તેવા મુખ્ય ઉમેદવાર 

ગોવાભાઈ રબારી( દેસાઈ), પૂર્વ ધારાસભ્ય ડીસા

જોઈતાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ધાનેરા

ગુલાબસિંહ રાજપૂત-પ્રમુખ યુથ કોંગ્રેસ પ્રદેશ ગુજરાત

ગોવિંદ ચૌધરી-કાર્યપાલક ઈજનેર દાંતા તાલુકા પંચાયત

દિનેશ ગઢવી-કોંગ્રેસ પ્રમુખ બનાસકાંઠા

 

29 Sep 2020, 4:24 AM (GMT)

COVID-19 Global Stats

33,552,152 Total Cases
1,006,379 Death Cases
24,880,948 Recovered Cases

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code