આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

બનાસકાંઠાની કાંકરેજ તાલુકા પંચાયત તાજેતરમાં જ વિવાદમાં આવી હતી. કાંકરેજ તાલુકા પંચાયતના ૭ સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ સામે આંતરિક મતભેદના કારણે રાજીનામું આપી કોંગ્રેસમાં થી ભાજપમાં જોડાયા હતા. જોકે હવે કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખે મકવાણા વર્ધિજીએ રાજુનામું આપતા ભાજપમાં ગયેલા ૭ સદસ્યો પૈકી ૬ સભ્યો કોંગ્રેસમાં પાછા ફર્યા છે.


કાંકરેજ તાલુકા પંચાયતમાં તાજેતરમાં આંતરીક વિખવાદોને કારણે ૭ સદસ્યો પહેલા ભાજપમાં જોડાયા હતા અને કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું આપતા તેઓ પાછા કોંગ્રેસમાં આવી જતા ઘી ના ઠામ માં ઘી ઢોળાયુ હોવાનું દશ્ય સ્પષ્ટ થયુ હતુ.

ભાજપમાંથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી જોડાયેલા સદસ્યો :

(૧)જોષી લખીરામભાઈસોમાભાઈ,વરસડા સીટ

(૨)પરમાર મનુભાઈસોમાભાઈ-ચાંગા સીટ

(૩)ઠાકોર ક્રિષ્નાબેન રમતુજી-કબોઈ સીટ

(૪)ધર્માબેન કેસરભાઈ ભીલ-કુવારવા સીટ

(૫)મયબા ખાનસિંગ વાઘેલા-ખારીયા સીટ

(૬)દેસાઈ સુડાભાઈ- ખીમણા સીટ

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code