લોકસભા@ચુંટણી: ઉત્તર ગુજરાતના એકપણ જીલ્લામાં 70% મતદાન ન થયુ
અટલ સમાચાર,મહેસાણા
ગુજરાતમાં લોકસભા ચુંટણીની ગરમાગરમી વચ્ચે તંત્ર અને ભાજપ-કોંગ્રેસના આગેવાનોને હાશકારો થયો છે. સાંજે છ વાગ્યે મતદાન પુર્ણ થયાનું જાહેર થવાની સાથે ઉત્તર ગુજરાતમાં અટલ સમાચારના અહેવાલ મુજબ હકીકત સામે આવી છે. ઉનાળાની આકરી ગરમી સહિત અનેક કારણોસર 30%થી વધુ મતદારોએ મતદાન કરવાથી દૂર રહયા છે.
છ વાગ્યાના સરેરાશ આંકડા મુજબ રાજયમાં સૌથી વધુ બારડોલીમાં 73% જયારે સૌથી ઓછું અમરેલીમાં 54% મતદાન નોંધાયુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના મહેસાણામાં 65%, પાટણમાં 61%, બનાસકાંઠામાં 65% જયારે સાબરકાંઠામાં 65% મતદાન સામે આવતા અટલ સમાચારના અહેવાલ મુજબ બન્યુ હોવાનું સામે આવ્યુ છે. ઉત્તર ગુજરાતના એકપણ જીલ્લામાં સરેરાશ 70% મતદાન થયુ નથી. ઉ.ગુ.ની ચારેય લોકસભા બેઠકમાં રાજનિતિનો સૌથી વધુ જુવાળ હોવા છતાં 70 ટકાનો આંકડો આવ્યો નથી. આનાથી પરિણામના નિષ્કર્ષ અંગે જાણકારો અને ઉમેદવારો પોતપોતાના અનુમાનો લગાવી રહયા છે.
રાજયના તમામ જીલ્લાનું મતદાન
જીલ્લો 5 વાગ્યા સુધીનુ 6 વાગ્યાનું સરેરાશ
કચ્છ 51.08 55
બનાસકાંઠા 61.44 65
પાટણ 57.76 61
મહેસાણા 61.16 65
સાબરકાંઠા 61.74 65
ગાંધીનગર 61.18 66
અમદાવાદ પુર્વ 55.51 59
અમદાવાદ પશ્વિમ 55.12 59
સુરેન્દનગર 52.16 56
રાજકોટ 58.05 62
પોરબંદર 52.01 56
જામનગર 54.14 58
જુનાગઢ 55.05 61
અમરેલી 51.46 54
ભાવનગર 53.38 57
આણંદ 61.72 66
ખેડા 56.58 60
પંચમહાલ 56.84 61
દાહોદ 62.04 66
વડોદરા 62.78 66
છોટા ઉદેપુર 64.12 68
ભરૂચ 65.00 69
બારડોલી 68.99 73
સુરત 60.68 64
નવસારી 61.95 65
વલસાડ 66.53 72