લોકસભા ચૂંટણીઃ 23 એપ્રિલે મતદાન દિવસે રજા જાહેર કરાઇ
અટલ સમાચાર, મહેસાણા મહેસાણા લોકસભા તેમજ ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણીના પગલે મતદાનના દિવસે રજા જાહેર કરાઇ છે. સામાન્ય વહીવટી વિભાગ તેમજ ભારત સરકારના ગૃહમંત્રાલયના જાહેરનામા મુજબ સન 1881ના વટાઉખત અધિનિયમની કલમ 25ના ખુલાસાને અનુંસરીને રજા જાહેર કરાઇ છે. મતદાન દિવસે 23મી એપ્રિલના રોજ ગુજરાતના મહેસાણા જીલ્લામાં રજા જાહેર કરેલ છે. આ જાહેરનામાનો ચુસ્તપણે અમલવારી કરવાની
Apr 13, 2019, 10:53 IST

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા લોકસભા તેમજ ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણીના પગલે મતદાનના દિવસે રજા જાહેર કરાઇ છે. સામાન્ય વહીવટી વિભાગ તેમજ ભારત સરકારના ગૃહમંત્રાલયના જાહેરનામા મુજબ સન 1881ના વટાઉખત અધિનિયમની કલમ 25ના ખુલાસાને અનુંસરીને રજા જાહેર કરાઇ છે. મતદાન દિવસે 23મી એપ્રિલના રોજ ગુજરાતના મહેસાણા જીલ્લામાં રજા જાહેર કરેલ છે. આ જાહેરનામાનો ચુસ્તપણે અમલવારી કરવાની કહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું છે.