આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા,પાલનપુર,ધાનેરા (ભગવાન રાયગોર)

લોકસભાની ચૂ઼ટણીને લઇ ભાજપ ઘ્વારા શનિવારે ગુજરાતમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા,પાલનપુર,ડીસા,ધાનેરા,શિહોરી સહિતના વિસ્તારોમાં ભાજપની વિજય સંકલ્પ રેલીનું આયોજન કરાયુ હતુ.

મહેસાણા: મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ઉપસ્થિત રહીને વિજય સંકલ્પ રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ.

 

શિહોરી: ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શિહોરી મુકામેથી બાઇક રેલી કાઢવામાં આવી હતી. જે કાંકરેજ તાલુકાના અનેક ગામડાઓમાં થઈને પસાર થઇ હતી જેમાં શિહોરી બસ સ્ટેન્ડ થી શરૂ થઇ રેલી કૂવારવા આકોલી પાદરડી કાકર વડા ગામમાં પસાર થઈને થરા મુકામે થરા શહેર માં ફરી હતી.અને ત્યારબાદ થરા શિવ મંદિરમાં રેલીનું ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાના દ્વારા આભાર વિધિ કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

ધાનેરા: ધાનેરા ખાતે બાઈક રેલીનું પ્રસ્થાન પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીએ કરાવ્યું હતુ. જેમાં રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જોકે મહત્વનું છે કે, ધાનેરા ખાતે ભાજપની રેલીમાં ટ્રાફિકના નિયમોના ઐસી-તૈસી કરાઇ હોવાનું લોકો જણાઇ રહયા હતા. જેમાં પુર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી સહિત તમામ લોકોએ હેલ્મેટ વગર બાઇક ચલાવ્યાનું સામે આવ્યુ છે.

ડીસા: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર હવાઈ પીલ્લર ખાતે ડીસા શહેર ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ભાજપના અનેક મોટા આગેવાનો ડીસા શહેર ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તથા ભાજપના તમામ આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

25 Oct 2020, 8:55 AM (GMT)

COVID-19 Global Stats

42,976,977 Total Cases
1,155,262 Death Cases
31,683,839 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code