લોકસભાઃ 23 મેનું પરિણામથી નરેન્દ્રભાઇની આગળ પૂર્વ વડાપ્રધાન લાગી જશે : અહેમદ પટેલ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2019ની મતદાનની પ્રક્રિયા 23 એપ્રિલે યોજાવાની છે. રાજકિય નેતાને પ્રચાર માટે ગણતરીના કલાકો બાદી રહ્યા છે. તારીખ 21 એપ્રિલ સાંજે 5 વાગ્યા બાદ પ્રચાર પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે. તે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અને રાજ્યસભાના મેમ્બર અહેમદ પટેલે રાજકોટમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. કોંગ્રેસ ગુજરાતમાં 15 જેટલી
 
લોકસભાઃ 23 મેનું પરિણામથી નરેન્દ્રભાઇની આગળ પૂર્વ વડાપ્રધાન લાગી જશે : અહેમદ પટેલ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2019ની મતદાનની પ્રક્રિયા 23 એપ્રિલે યોજાવાની છે. રાજકિય નેતાને પ્રચાર માટે ગણતરીના કલાકો બાદી રહ્યા છે. તારીખ 21 એપ્રિલ સાંજે 5 વાગ્યા બાદ પ્રચાર પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે. તે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અને રાજ્યસભાના મેમ્બર અહેમદ પટેલે રાજકોટમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. કોંગ્રેસ ગુજરાતમાં 15 જેટલી બેઠકો જીતશે. જેમાં સૌરાષ્ટ્રની 4-5 બેઠકો આવશે. જ્યારે ભાજપ દેશમાં 150-160 બેઠકો પણ નહીં મળે. તેમણે વધુમાં કહ્યું કે, 23મી મેના દિવસે પરિણામ આવશે ત્યારે નરેન્દ્રભાઇના નામની આગળ વડાપ્રધાન નહીં હોય પરંતુ પૂર્વ વડાપ્રધાન હશે.

રાજકોટમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, બે તબક્કામાં ચૂંટણી મતદાન પુરૂ થઇ ગયું છે અને ત્રીજા તબક્કામાં ચૂંટણી મતદાન 23મી એપ્રિલના રોજ યોજાશે ત્યારે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતા 300 જેટલી બેઠકો પર મતદાન થઇ ગયું હતું. ઝંઝાવાતી પ્રચાર પણ ચાલી રહ્યો છે. સ્ભાવિક છે કે ચૂંટણી દરમિયાન દરેક પક્ષો પોત પોતાની વાતો રજૂ કરતા હોય છે અને આક્ષેપો પણ કરતા હોય છે. પરંતુ જે વાતાવણરમાં મેં જોયું છે અને છેલ્લા પાંચ વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતે વહિવટ કર્યો છે, જે રાજ ચલાવ્યું છે તેનાથી તમામ વર્ગો દુઃખી છે. 2014માં જે રીતના વાયદાઓ કર્યા હતા અને પાંચ વર્ષના અંતે સામાન્ય રીતે જે સત્તામાં હોય છે તેમણે હિસાબ આપવો જોઈએ એના બદલે કોંગ્રેસ પાસે હિસાબ આપે છે.

અહેમદ પટેલે કહ્યુ, જ્યારે સાતે-સાત તબક્કાના ચૂંટણી પરિણામ આવશે ત્યારે ભાજપ 150-160 સીટ નહીં લાવી શકે તેમના સાથી મિત્રો સાથે મળીને તે દેશમાં 200 સીટ નહીં લાવી શકે. કોંગ્રેસ સૌરાષ્ટ્રની 4-5 સીટો જીતશે અને રાજ્યમાં 15 જેટલી બેઠકો જીતશે. દેશમાં નોટબંધીના કારણે બેરોજગારી ઊભી થઈ છે. ભાજપ એક તરફ સિદ્ધાંતની વાત કરે છે અને બીજી બાજું લોકશાહીની ઢબે ચૂંટાયેલા ધારાસભ્યોને તોડે એ યોગ્ય નથી. કોંગ્રેસે ભવિષ્યમાં કાળજી પૂર્વક ટિકિટ આપવી જોઈએ. કોંગ્રેસે ટિકિટ આપતા પહેલાં ખૂબજ કાળજી રાખવી પડશે.