લોકસભાઃ મહિલા ઉમેદવારોની સંપત્તિ જાણો, કમાણીમાં પતિને ટક્કર આપતી સ્ત્રી

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડવા ભાજપ અને કોંગ્રેસના કુલ સાત ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે ૬ મહિલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે માત્ર એક મહિલાને ટીકીટ આપી છે. જેમાં મહેસાણા લોકસભા સીટ પરથી શારદાબેન પટેલ સૌથી વધુ ધનાઢય છે. જ્યારે ગીતાબેન રાઠવા સૌથી ગરીબ છે. હાલના સાંસદ રંજનબેન ભટ્ટ અને દર્શનાબેન જરદોશએ
 
લોકસભાઃ મહિલા ઉમેદવારોની સંપત્તિ જાણો, કમાણીમાં પતિને ટક્કર આપતી સ્ત્રી

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડવા ભાજપ અને કોંગ્રેસના કુલ સાત ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે ૬ મહિલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે માત્ર એક મહિલાને ટીકીટ આપી છે. જેમાં મહેસાણા લોકસભા સીટ પરથી શારદાબેન પટેલ સૌથી વધુ ધનાઢય છે. જ્યારે ગીતાબેન રાઠવા સૌથી ગરીબ છે. હાલના સાંસદ રંજનબેન ભટ્ટ અને દર્શનાબેન જરદોશએ રૂ. 7.91 લાખ અને રૂ. 6.95 લાખનું રીટર્ન ભર્યુ છે.

મહત્વની વાત એ છે કે વર્તમાન સાંસદ પૂનમબેન માડમ અને દર્શનાબેનજરદોશ પોતાના પતિઓ કરતા વધુ સંપત્તિ ધરાવે છે.

શારદાબેન પટેલ સૌથી વધુ ધનાઢય ઉમેદવાર છે. તેમની પાસે રૂ. 37.47 કરોડની સંપત્તિ છે તો પૂનમબેન માડમ પાસે રૂ. 26.97 કરોડની સંપત્તિ છે. છોટા ઉદેપુરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા સૌથી ગરીબ છે. તેમણે 6.7 લાખની મિલ્કત હોવાનું જણાવ્યુ છે. તેમની પાસે 150 ગ્રામ સોનુ, બે કિલો ચાંદી, એક સ્કૂટર અને થોડી રોકડ છે. તેમની પાસે પોતાનું મકાન કે જમીન નથી. જામનગરના સાંસદ પૂનમ માડમ પાસે કિંમતી ધાતુ અને જવેલરી સૌથી વધુ છે. તેમની પાસે 5.55 કિલો સોનુ કે જેની કિંમત રૂ. 1.73 કરોડ થાય છે. જ્યારે તેમની પાસે 41.54 લાખની ડાયમન્ડની જવેલરી છે. તેમના પછી શારદાબેન પટેલનો વારો આવે છે તેમની પાસે રૂ. 69.41 લાખનું 2.23 કિલો સોનુ છે અને રૂ.28.33 લાખની હીરાની જ્વેલરી છે.

શારદાબેન પટેલ સૌથી વધુ ધનાઢય છે છતા તેમની પાસે પોતાના નામની કાર નથી. 7માંથી માત્ર 3 મહિલા ઉમેદવારો પાસે પોતાની કાર છે. પૂનમબેન માડમ પાસે 2 ટોયોટા ફોર્ચ્યુનર અને નિશાન ટિરાનો છે. જ્યારે દર્શનાબેન જરદોશ પાસે ઈનોવા, ટોયોટા અને મારૂત એસએકસ-4 છે. ભારતીબેન શિયાળ પાસે બે કાર છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલ પાસે રૂ. 2500નું બજાજ ચેતક છે. આ ઉપરાંત તેમની પાસે 1.10 કરોડની મિલ્કત છે.