આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

પાટણ ભાજપના ઉમેદવાર ભરત ઠાકોર જીતાડવા કાંકરેજ તાલુકામાં બ્રહ્મસમાજમાં મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ઇન્ચાર્જ ભરતભાઈ રાજગોર અને બ્રહ્મ સમાજ પ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયાં દ્વારા મીટીંગ કરવામાં આવી હતી. શિહોરી, રણાવાડા, શિરવાડા, જામપુર ગામેગામ બ્રહ્મ સમાજના આગેવાનોને આવકાર્યો હતા.

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા પ્રવચનમાં બ્રહ્મસમાજને લોકસભાના ઉમેદવાર જીતાડી નરેન્દ્ર ભાઈ મોદી ને ફરી દેશના વડાપ્રધાન બને તેવું જણાવ્યું હતું અને ભરતભાઈ રાજગોરએ પણ એમના પ્રવચનમાં જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજની ગણના કરી નરેન્દ્ર ભાઈ મોદી એ રાજ્યમાં અને દેશમાં બ્રહ્મ સમાજને પ્રસ્થાન આપ્યું છે. ત્યારે બ્રહ્મસમાજને 23 તારીખે પુરૂ વોટિંગ કરી ભાજપને જીતાડવા હાકલ કરી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામેગામ બ્રહ્મસમાજના યુવાનો વડીલો હાજર રહી કમળ પર વોટીંગકરી અને બ્રહ્મ સમાજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ઇન્ચાર્જ ભરતભાઈ રાજગોર જિલ્લા મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા બ્રહ્મ સમાજ પ્રમુખ હરગોવનભાઈ શિરવાડીયા હાજર રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code