નબળા પરિક્ષાર્થીઓ નોકરી માટે મોં માંગી રકમ આપવા તૈયાર થતા વચેટીયાઓ મેદાનમાં ઉતર્યા

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

સરકારી ભરતીઓ દ્વારા  રોકડી કરવાનો વેપલો કેમ શરૂ થયો ?

ગિરીશ જોશી, મહેસાણા

છેલ્લા  કેટલાક સમયથી બેરોજગાર યુવાનોમાં સરકારી ભરતીઓનું આકષૅણ ચરમસીમાએ પહોંચ્યું છે. બે,પાંચ કે સાત હજાર ખાલી જગ્યામાં લાખોની સંખ્યામાં અરજદારો સામે આવી રહ્યા છે. નોકરી માટે સ્પર્ધાનું  વાતાવરણ ચુંટણી કરતા પણ તિવ્ર હોવાથી સેટીંગ પાડવાના પ્રયાસો વધી રહ્યા છે. નબળા પરીક્ષાર્થીઓ સરકારી નોકરી માટે મોં માંગી કિંમત આપવા તૈયાર થતા વચેટીયાઓ રીતસરના મેદાને ઉતરી પડ્યા છે. વચેટીયાઓ પણ શરતો માનવા તૈયાર હોવાથી રાજકીય અને પ્રશાસનીક આકાઓ આગળ આવી સેટીંગનો ખેલ ખેલી રહ્યા છે.

લોકરક્ષકના સેટીંગમાં જોડાનાર પરીક્ષાર્થીઓને પેપર આપવાનો પ્લાન ભરતી આવીને તુરંત ઘડાઈ ગયો હતો. આવી જ રીતે તાજેતરમાં લેવાયેલી ભરતીઓમાં પણ રાજકીય અને પ્રશાસનીક સત્તાધીશોના વચેટીયાઓ રોકડી કરવાનો ધંધો અજમાવી ચુક્યા છે. હકીકતે બજારમાં માલ અને પુરવઠા વચ્ચેનો તાલમેલ જળવાય તો તેજી આવે તે મુજબ પરીક્ષામાં નબળા અને આર્થિક રીતે સધ્ધર પરિક્ષાર્થીઓ મોં માંગી રકમ આપવાની ઓફરો કરી રહ્યા છે. જેથી ટુંકાગાળામાં લાખોની રોકડી કરવાના ગોરખધંધામાં  વચેટીયાઓ સાથે સાથે દલાલો પણ પરિક્ષાર્થી નામના ગ્રાહકો શોધી રકમ આપવાની ખાતરી સામે રોકડી કરવા મથી રહ્યા છે. સવાલ એ થાય છે કે વચેટીયાઓ પેપર ફોડવાનું કામ કેવી રીતે પાર પાડે છે? આ સમગ્ર બાબતમાં રાજકીય અને પ્રશાશનિક સત્તાધીશો પણ મલાઈ ખાવા ભાગીદાર બને છે. આવા સત્તાધીશોને ખુરશી જવાની કે મુશ્કેલી ઉભી થવાની સંભાવના દૂર દૂર સુધી જણાતી ન હોવાથી સરકારી ભરતીમાં રોકડી કરવા અને કરાવવા મથી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કાૈભાંડ બહાર પણ પડી જાય તો વચેટીયા, દલાલો અને સેટીંગબાજોને કાયદાકીય ગુંચવણમાં કેટલાક મહિનાઓ બાદ મદદ કરવાના પ્રયાસો પણ થાય છે.

સેટીંગ પાડવાના રસ્તાઓબદલાઈ રહ્યા છે

લોકચર્ચા મુજબ સરકારી ભરતીઓમાં સેટીંગ થતુ હોવાનુ કહેવાતું આવ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે સમયાંતરે આવતી સરકારી ભરતીઓમાં પરિસ્થિતિ મુજબ સેટીંગ પાડવાના રસ્તાઓ અને તરકીબો પણ બદલાઈ રહી છે. કાયદાકીય ગુંચવણમાં ન ભરાવાય તે હેતુથી પરિક્ષાકેન્દ્રથી લઈ પેપર ચકાસણી સહિતના તબક્કામાં ખેલ પાડી દેવાય છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code