આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સામાન્‍ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામત આપનારું બિલ મંગળવારે લોકસભામાં 323 મતોની સાથે પાસ થઈ ગયું. તેના વિરોધમાં 3 વોટ પડ્યા. આજે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવાની શક્યતા છે જ્યાં સરકારની પાસે બહુમત નથી. એવામાં બુધવારે પણ સરકારની પરીક્ષા છે.
લોકસભામાં કેન્દ્રીયમંત્રી થાવરચંદ ગેહલોતે બિલ પર કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની રચના બાદ જ ગરીબોની સરકાર હોવાની વાત કહી હતી અને પોતાના દરેક પગલાથી તેમણે સાબિત પણ કર્યું. તેમના જવાબ બાદ ગૃહમાં 3ની સામે 323 મતોથી બિલને પાસ કરવામાં આવ્યું. લોકસભામાં વિપક્ષ સહિત લગભગ તમામ પાર્ટીઓએ બંધારણ (124મું સંશોધન) 2019 બિલનું સમર્થન કર્યું. સાથે જ સરકારે દાવો કર્યો કે કાયદો બન્યા બાદ તે ન્યાયિક સમીક્ષાની અગ્નિપરીક્ષામાં પણ પાસ થશે કારણ કે તેને બંધારણ સંશોધન દ્વારા લાવવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code