આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં નવી સરકારની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ચૂંટણીપંચે દેશમાં સાત તબક્કામાં મતદાન કરવા નક્કી કર્યું છે. જેમાં ત્રીજા ચરણમાં ગુજરાતની 26 બેઠકો ઉપર મતદાન થશે. જ્યારે દેશભરના તમામ રાજ્યોની લોકસભા બેઠકોની ચૂંટણી મનું પરિણામ 23 મે જાહેર થશે.

કેન્દ્રીય ચૂંટણીપંચે આગામી લોકસભા ચૂંટણી માટે 18 માર્ચથી ઉમેદવારી કરવા જણાવ્યું છે. કુલ સાત તબક્કામાં અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 બેઠકની ચૂંટણી એક જ દિવસે એટલે કે ત્રીજા ચરણમાં 23 એપ્રિલે યોજાશે. જ્યારે ચૂંટણી પરિણામ 23 મેના રોજ જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાની 11 એપ્રિલે 20 રાજ્યોની 19 બેઠકો ઉપર, બીજા તબક્કાની 18 એપ્રિલે 13 રાજ્યોની 97 બેઠકો ઉપર, ત્રીજા તબક્કાની 23 એપ્રિલે 14 રાજ્યોની 115 બેઠકો ઉપર, ચોથા તબક્કાની 29 એપ્રિલે 9 રાજ્યોની 71 બેઠકો ઉપર, પાંચમા તબક્કાની 6 મેના રોજ 7 રાજ્યોની 51 બેઠકો ઉપર, છઠ્ઠા તબક્કાની 12 મેના રોજ 7 રાજ્યોની 59 બેઠકો ઉપર જ્યારે સાતમા તબક્કામાં 19 મેના રોજ 8 રાજ્યોની 59 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે.

તમામ બેઠકોનાં ચૂંટણી પરિણામ 23 મેના રોજ જાહેર થવાની સાથે કેન્દ્રમાં ફરી એકવાર ભાજપ આવે છે કે કોંગ્રેસ સત્તા કબજે કરશે તે સામે આવશે.

23 Sep 2020, 12:09 PM (GMT)

COVID-19 Global Stats

31,750,386 Total Cases
974,030 Death Cases
23,367,461 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code