લોકસભા@ગુજરાત: અમિત શાહની સભામાં માનવ મહેરામણ ઉમટયું

અટલ સમાચાર,અમદાવાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારે લોકસભા ચૂંટણી માટે ગાંધીનગર બેઠકથી પોતાની ઉમેદવારી નોંધવાશે. તેઓ વિજય મૂહુર્ત 12.39માં ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવતા પહેલા અમદાવાદમાં એક જનસભાનું આયોજન થયું. જેમાં એનડીએના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના નેતા
 
લોકસભા@ગુજરાત: અમિત શાહની સભામાં માનવ મહેરામણ ઉમટયું

અટલ સમાચાર,અમદાવાદ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારે લોકસભા ચૂંટણી માટે ગાંધીનગર બેઠકથી પોતાની ઉમેદવારી નોંધવાશે. તેઓ વિજય મૂહુર્ત 12.39માં ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવતા પહેલા અમદાવાદમાં એક જનસભાનું આયોજન થયું. જેમાં એનડીએના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ અમિત શાહ સાથે હાજર રહ્યાં હતાં. ત્યારબાદ અમિત શાહનો ચાર કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો શરૂ થયો છે.

રેલીને કરેલા સંબોધનમાં અમિત શાહે કહ્યું કે તેમના જીવનમાંથી ભાજપને કાઢો તો શૂન્ય જ વધશે. અમિત શાહે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવાની છે. ગાંધીનગર આખા દેશમાં સૌથી વિક્સિત ક્ષેત્રોમાંથી એક છે. અડવાણીજીનો આ વારસો આગળ વધારવાનો પ્રયત્ન કરીશ.

જનસભાને સંબોધતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઘણા લોકોને આશ્ચર્ય થયું કે હું આજે અહીં કેવી રીતે આવ્યો. કેટલાક લોકો ખુશ હતાં તો કે ભાજપ સાથે શિવસેનાને મનમોટાવ છે. પરંતુ હું આજે તે લોકોને કહેવા માંગુ છું કે અમારા વચ્ચે હવે મનદુખ, મતભેદ ખતમ થઈ ગયા છે. અમારા દિલ મળી ગયા છે. અમારી સોચ એક છે, વિચાર એક છે, નેતા એક છે.