લોકસભા@ગુજરાત: ડબલ ભાડુ આપવા છતાં નથી મળતા હેલિકોપ્ટર

અટલ સમાચાર,ડેસ્ક લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં ચૂંટણીનો રંગ જામતો જાય છે. રાજકીય પક્ષો વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ હોવાથી ચૂંટણી પ્રચારમાં કોઈ કચાસ ન રહે તે માટે એડવાન્સમાં ચાર્ટર્ડ વિમાન-હેલિકોપ્ટરના બુકીંગ કરી દીધા છે. જેના કારણે હાલમાં ગુજરાતના સીએમ વિજય રૃપાણી સહિત કોંગ્રેસ પાર્ટીના ઉચ્ચ નેતાઓને
 
લોકસભા@ગુજરાત: ડબલ ભાડુ આપવા છતાં નથી મળતા હેલિકોપ્ટર

અટલ સમાચાર,ડેસ્ક

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં ચૂંટણીનો રંગ જામતો જાય છે. રાજકીય પક્ષો વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ હોવાથી ચૂંટણી પ્રચારમાં કોઈ કચાસ ન રહે તે માટે એડવાન્સમાં ચાર્ટર્ડ વિમાન-હેલિકોપ્ટરના બુકીંગ કરી દીધા છે. જેના કારણે હાલમાં ગુજરાતના સીએમ વિજય રૃપાણી સહિત કોંગ્રેસ પાર્ટીના ઉચ્ચ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે આગામી દસ દિવસ માટે હેલિકોપ્ટર ભાડે મળતા નથી.

ગુજરાતમાં એર સ્ટ્રીપ ઓછી છે જેના કારણે નાના શહેરોમાં જવા માટે ફરજિયાત હેલિકોપ્ટરનો ઉપયોગ કરવો પડે તેમ છે. ગુજરાતમાં હેલિકોપ્ટર ભાડે આપતી હોય તેવી એક પણ કંપની નથી. મોટાભાગની કંપનીઓ મુંબઈ અને દિલ્હી સ્થિત છે. દેશભરમાં ઓપરેશનમાં હોય તેવા ૨૦૦ હેલિકોપ્ટર છે પરંતુ હાલમાં ગુજરાતના સીએમ સહિતના કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પ્રચાર કે કોઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હેલિકોપ્ટર મળતા જ નથી.

આમ તો સામાન્ય દિવસોમાં હેલિકોપ્ટરનું એક કલાકના ભાડા ૨ થી ૨.૫૦ લાખ સુધી હોય છે પરંતુ કંપનીઓ ચૂંટણીનો ફાયદો ઉઠાવી કલાકના ૩ થી ૪ લાખ ભાડુ વસુલ કરે છે. આમ રાજકીય પાર્ટીઓએ હેલિકોપ્ટર ૫૦ કલાકનું અગાઉથી બુકીંગ કરાવી દીધા છે. જેના કારણે હાલમાં ગુજરાતના સીએમ સહિત કોંગ્રેસના નેતાઓ હેલિકોપ્ટર માટે આમતેમ પુછપરછ કરી રહ્યા છે. બીજી તરફ ચાર્ટડ કંપનીઓએ ડબલ ભાડા વસુલી ઘી-કેળા છે.