આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

લોકસભા ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ મહેસાણાનું રાજકારણ ગરમાતું જાય છે. વિસનગરમાં ભાજપના પુર્વ મંત્રી મનુભાઇ પટેલની આગેવાનીમાં કાર્યકરો ઘ્વારા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશાબેન-જીવાભાઇનો વિરોધ કરવામાં આવ્યો છે.

વિસનગર ખાતે સોમવારે ભાજપના પુર્વ મંત્રી મનુભાઇ પટેલ લોકસભામાં આયાતી ઉમેદવારોને લઇ મેદાને પડયા છે. તેમણે કહયુ હતુ કે, લોકસભા ચુંટણીમાં મહેસાણા સીટ પર પાયાના કાર્યકરો અને સ્થાનિક ઉમેદવારને જ ટીકીટ આપવામાં આવે. જો આયાતી ઉમેદવારને ભાજપ તરફથી ટીકીટ આપવામાં આવશે તો ભારે વિરોધ કરવામાં આવશે અને ભાજપે ઘણુ બધુ ખોવાનો વારો આવી શકે છે. તેમણે આશાબેન પર કટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે, તે કોંગ્રેસના થઇ શકયા તો ભાજપના શું થવાના. આમ, હવે મહેસાણામાં ભાજપના ઉમેદવારને લઇ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહયો છે.

24 Oct 2020, 5:33 AM (GMT)

COVID-19 Global Stats

42,490,278 Total Cases
1,149,237 Death Cases
31,427,585 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code