આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,વડગામ

લોકસભા ચુંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ ઘ્વારા ગામડે-ગામડે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. પાટણ લોકસભા ક્ષેત્રમાં આવતા વડગામ તાલુકામાં શનિવારે વડગામ તાલુકા કોંગ્રેસની કારોબારી મીટીંગ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના આંતરીક ગજગ્રાહ અને મતભેદોના કારણે વડગામ તાલુકા પંચાયતના આઠથી વધુ ડેલીગેટો ગેરહાજર રહેતા જગદિશ ઠાકોરના ભાઇ વિરસંગજીને પહેલી જ બેઠકમાં ધ્રાસકો લાગ્યો છે.

કોંગ્રેસમાં પાટણ લોકસભાની ટિકીટ જગદીશ ઠાકોરને મળતાં વડગામ તાલુકા કોંગ્રેસની પહેલી કારોબારી મીટીંગ શનિવારે ગોળા રોડ પર યોજાઈ હતી. કારોબારી બેઠકમાં બુથ લેવલના તમામ કાર્યકરોને હાજર રહેવા માટે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક આગેવાનોમાં આંતરિક ખેંચતાણના કારણે કેટલાક પાયાના કાર્યકરો નારાજ હોવાથી પહેલી જ મીટીંગમાં ગેરહાજર રહેતા મીટીંગનો ફિયાસ્કો થયાનું ચર્ચાઇ રહયુ છે.

ઉલ્લેખનિય છે કે, વડગામ તાલુકા પંચાયતમાં કોગ્રેસના 16 ડેલીગેટો ચુંટાયેલા છે. બેઠકમાં માત્ર ચારથી પાંચ જ ડેલીગેટો હાજર રહયા હતા. કારોબારી બેઠકમાં પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરના ભાઈ વિરસંગજી મોતીજી ઠાકોર હાજર રહયા હતા. વડગામ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દેવુસિંહ ડાભી, બળદેવજી ઠાકોર, માનસંગભાઇ ઉપલાણા, અજીતસિંહ હડિયોલ, પ્રવિણસિંહ હડિયોલ, ભીખુભાઇ બિહારી અને ગણ્યા ગાંઠ્યા કાર્યકરો હાજર રહેતા મીટીંગમાં પાંખી હાજરી ચર્ચાસ્પદ બની હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code