લૂંટ@ભુજ: બંધ મકાનમાંથી રોકડ,દાગીના સહિત 48 હજારની ચોરી

 
ચોરી

પડોશીએ ફોન કરી ચોરીની ઘટના અંગે જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભુજ તાલુકાના માધાપર ગામમાં મયૂર કાંતિલાલ ચારણિયાના બંધ મકાનમાં ચોર ટોળકીએ ત્રાટકી રોકડ, સોનાના દાગીના સહિત કુલ રૂા. 48,500ના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ માધાપર પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. ઓટો ગેરેજ ચલાવતા ફરિયાદી મયૂરભાઈ ગત તા. 23-2ના પત્ની સાથે નખત્રાણા તાલુકાના પોતાના ગામ વિભાપર ગયા હતા. પખવાડિયાબાદ તેમનો ભાઈ પણ મકાન બંધ કરીને ગામ ચાલ્યો ગયો હતો.

તે દરમિયાન, તેમના પિતાને પડોશીએ ફોન કરી ચોરીની ઘટના અંગે જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, ઘરમાં ઘૂસેલા ચોરે માલસામાન વેર-વિખેર કર્યા બાદ કબાટમાં રખાયેલા સોનાની ચેઈન તથા ત્રણ ચાંદીની વીંટી, ત્રણ ચાંદીના ઝૂડા, બે ચાંદીના સાંકળા તથા રોકડા રૂા. 15,000 મળી કુલ રૂા. 48,500ના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.