આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બાયડ

અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ચોરી,લુંટ અને હુમલાનું પમાણ વધી રહયુ છે. બાયડની આંગડિયા પેઢીમાં ધોળા દિવસને ઘુસી જઇ સરેરાશ 7 લાખની લુંટ મચાવી આરોપીઓ ફરાર થઇ ગયા છે. લુંટ દરમ્યાન આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લોહીલુહાણ કરી દીધો હતો. ઘટનાને પગલે નજીકના વેપારીઓ ભેગા થઇ કર્મચારીને સારવાર અર્થે ખસેડવા મથામણ આદરી હતી.

બાયડમાં આવેલી જે.કે. આંગડિયા પેઢીમાં લુંટ અને હુમલાની ઘટના સામે આવતા શહેરના વેપારી આલમમાં ચકચાર મચી ગઇ છે. બપોર બાદ ઢળતી સાંજે અચાનક લુંટના ઇરાદે આરોપી ઇસમ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલી પેઢીમાં ઘુસી ગયા હતા. જયાં કર્મચારીને ઘડીભર બંધક બનાવી અંદાજીત સાત થી આઠ લાખની લુંટ મચાવી હતી. આંગડિયા પેઢીનો કર્મચારી બચાવ કરતાં આરોપીઓ તુટી પડયા હતા. જેમાં કર્મચારીને લોહીલુહાણ કરી પલવારમાં ફરાર થઇ ગયા હતા.

ઘટનાની જાણ આજુબાજુના વેપારીઓને થતાં પેઢીમાં દોડી આવ્યા હતા. જયાં કર્મચારીની હાલત જોઇ ઉપાડીને બીજા માળેથી નીચે ઉતારી સારવાર અર્થે ખસેડવા દોડધામ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અજાણયા ઇસમોએ ત્રણેક માસ અગાઉ આંબલીયારા નજીકથી આંગડીયા પેઢીના કર્મચારી હાથમાંથી આઠ લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જીલ્લામાં ચોરી અને લુંટની ઘટના સામે રહીશોમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code