લૂંટ@મોડાસા: શો-રૂમના ઉદ્ઘાટન પહેલાં જ ચાર લાખના કપડાની ઉઠાંતરી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) અરવલ્લી જીલ્લાના વડામથક મોડાસા શહેરમાં લૂંટારૂઓ બેફામ બની ગયા હોવાનું સામે આવ્યુ છે. શહેરના માલપુર રોડ પર જજીસ બંગ્લોઝ સામે કપડાના શો-રૂમના ઉદ્ઘાટન પહેલા જ તસ્કરોએ લૂંટ મચાવી ૪ લાખથી વધુના બ્રાન્ડેડ કપડાની ઉઠાંતરી કરી છે. પળવારમાં લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા બાદ રેન્જ આઇ.જી. સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી
 
લૂંટ@મોડાસા: શો-રૂમના ઉદ્ઘાટન પહેલાં જ ચાર લાખના કપડાની ઉઠાંતરી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

અરવલ્લી જીલ્લાના વડામથક મોડાસા શહેરમાં લૂંટારૂઓ બેફામ બની ગયા હોવાનું સામે આવ્યુ છે. શહેરના માલપુર રોડ પર જજીસ બંગ્લોઝ સામે કપડાના શો-રૂમના ઉદ્ઘાટન પહેલા જ તસ્કરોએ લૂંટ મચાવી ૪ લાખથી વધુના બ્રાન્ડેડ કપડાની ઉઠાંતરી કરી છે. પળવારમાં લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા બાદ રેન્જ આઇ.જી. સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

લૂંટ@મોડાસા: શો-રૂમના ઉદ્ઘાટન પહેલાં જ ચાર લાખના કપડાની ઉઠાંતરી

મોડાસાના માલપુર રોડ પર નવીન રેડીમેડ કપડાના “વોર્ડરોબ” નામના શો-રૂમનું ઉદ્ઘાટન રથયાત્રાના દિવસે નકકી થયુ હતુ. આથી શો-રૂમમાં બ્રાન્ડેડ કંપનીના કપડા ગોઠવી તૈયારીમાં પુરજોશમાં હતી. આ દરમ્યાન મંગળવારે રાત્રિએ કામકાજ પતાવી શટર બંધ કરી માલિક સહિતના કર્મચારીઓ ઘરે ગયા હતા. રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી શટરને વચ્ચેથી ઊંચું કરી શો-રૂમમાં પ્રવેશ કર્યો હતો. જયાં ચાર લાખથી વધુની કિંમતના બ્રાન્ડેડ કપડાંની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. શો-રૂમ માલિકને શટર તોડેલું હોવાનું આજુબાજુના દુકાનદારોએ જણાવતા દોડી આવ્યા હતા.

મોડાસા ટાઉન પોલીસને ચોરીની ઘટના અંગે જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. મોડાસામાં સતત બનતી લૂંટની ઘટનાઓથી પ્રજાજનોમાં અને વેપારીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. શો-રૂમના માલિક દિગ્વિજય સિંહના જણાવ્યા અનુસાર નજીકમાં જજીસ બંગ્લોઝ અને હોમગાર્ડ પોઇન્ટ હોવા છતાં કપડાંની લૂંટ થતા નવાઈ ઉપજે છે. ઉદ્ઘાટન પહેલાં જ કપડા ચોરાઇ જતા માલિક સહિતના કર્મચારીઓ લાલઘુમ બની ગયા છે.

લૂંટ@મોડાસા: શો-રૂમના ઉદ્ઘાટન પહેલાં જ ચાર લાખના કપડાની ઉઠાંતરી

ઘટનાની ગંભીરતાને પગલે રેન્જ આઇ.જી, એસ.પી., ડી.વાય.એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ શો-રૂમ પહોંચી લૂંટારૂઓને પકડવા મથામણ આદરી હતી.