આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બેચરાજી રેન્જ ફોરેસ્ટર અધિકારીએ વાઉચરની રકમ ઉધારવામાં ગોલમાલ કર્યાની અરજી થઈ હતી. જેને લઈ વનસંરક્ષકે આખરે જિલ્લા વન વિભાગને તપાસના આદેશ આપ્યા છે. આથી બેચરાજી રેન્જ હેઠળની નાણાકીય ગેરરીતિ અંગેની વિગતો તપાસવા કાર્યવાહી શરૃ થઈ છે.

મહેસાણા જિલ્લામાં બેચરાજી રેન્જના વન અધિકારી કે.બી.પટેલે સગા-વહાલાઓને મજૂર તરીકે દર્શાવી વાઉચર દ્વારા નાણાની કટકી કર્યાના આક્ષેપ સાથે રજૂઆત થઈ હતી. આથી વન વિભાગે સમગ્ર બાબતે તપાસ શરુ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અરજદારે રજૂઆતમાં સંબંધિત તમામ રેકર્ડ સાથે અરજી કરતા પ્રાથમિક દ્રષ્ટિએ આક્ષેપોમાં સત્યતા જણાઈ રહી છે. જેને ગંભીરતાથી લેતા તપાસના આદેશથી વન આલમમાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે વન અધિકારી કે.બી.પટેલને મહેસાણાનો ચાર્જ હોઈ મહેસાણા રેન્જમાં પણ આવી રીતે કટકી કર્યાના આક્ષેપો કરવામાં આવેલા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code