આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

કોરોના વાયરસની ત્રાસદીને કારણે લોકડાઉન સિવાય વિકલ્પ નથી. આથી ચૈત્રી નવરાત્રિમાં પણ બેચરાજી ધામે શ્રધ્ધાળુઓ વિના સન્નાટો છે. જેના કારણે વેપારીઓને આજે ક્યારેય ન જોયેલા દિવસો સહન કરવાની નોબત આવી છે. સરેરાશ લાખોની રકમનું વેચાણ ઠપ્પ થઇ જતાં નુકસાન આવ્યું છે. ભયંકર મંદી વચ્ચે પણ શ્રધ્ધાળુઓની સંખ્યા ઘટી નથી પણ આજે બધું સૂમસામ હોઇ મોટો ફટકો પડ્યો છે.

મહેસાણા જિલ્લાના બેચરાજી ધામે ચૈત્રી નવરાત્રિના દિવસો વચ્ચે પણ શ્રધ્ધાળુઓ નથી. કોરોના વાયરસને કારણે લોકડાઉન હોવાથી મેળો રદ્દ, મંદિર બંધ અને બજારોમાં સન્નાટો છે. કલ્પના પણ ન હોવાથી પૂનમની તૈયારીઓના ભાગરૂપે વેપારીઓએ દુકાનો તેમજ ગોડાઉન ભરી દીધા હતા. ચૈત્રી પૂનમના ગણતરીના દિવસો પહેલા કોરોના વાયરસનો હાહાકાર સામે આવતાં વેપારીઓ ચોંકી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વેપારી કિશનભાઇ રાવલે જણાવ્યું હતું કે, યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમ દરમ્યાન સરેરાશ 15 લાખ માઈ ભક્તો દર્શન કરવા આવે છે. આથી વેપારીઓ મહિના અગાઉ તૈયારીઓ કરી દેતા હોય છે. વાયરસને કારણે લોકડાઉન હોવાથી ચૈત્રી પૂનમે પણ બજારો અને મંદિર બંધ જોવાનો વારો આવ્યો છે. મંદિર બંધ હોવાથી શ્રધ્ધાળુઓ નથી અને તેનાથી વ્યવસાય પણ ઠપ્પ થઈ ગયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code