આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જીલ્લામાં ગઇકાલે સાંજે ભારે વાવાઝોડા સાથે થયેલા તોફાની વરસાદે વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમ્યાન પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ બીએસએનએલ ટાવર ધરાશાઈ થઈ જવા પામ્યો હતો. ટાવર ધરાશાઈ થઇ બાજુની હેડ પોસ્ટ ઓફીસ પર પડતાં ભારે નુકસાન થયું હતું. ટાવરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મોબાઈલ સેવાને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરના જોરવર પેલેસમાં આવેલા બીએસએનએલ ટાવર ધરાશાઈ થઈ ગયો હતો. ટાવર ધરાશાઈ થતાં બાજુની હેડ પોસ્ટ ઓફીસને ભારે નુકસાન થયું હતું. આ સાથે જીલ્લાના સેમોદ્ર ગામે ખેડૂતોના ખેતરોમાં લાગેલા શેડ ઉડી ગયા હતા. આ સાથે શેડ ઉડી જતા ઘરમાં પાણી ભરાયા અને વરસાદી પાણીને કારણે પશુંપાલકોનું દાણ અને અનાજ પણ નાશ પામ્યું હતુ. મોડી રાત્રે વાવાઝોડાને કારણે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code