નુકશાન@ઊંઝા: કોરોના વાયરસથી કરોડોનું જીરૂ વિદેશમાં નિકાસ થતાં અટક્યુ

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસની અસર માત્ર ચીનને નહિ પણ તેની સાથે વેપારમાં જોડાયેલા અનેક દેશોને પણ થઈ રહી છે. તેમાં ખાસ કરીને જીરાના ઉત્પાદન માટે જાણીતું ઊંઝા પણ સામેલ છે. હજારો ટન જીરું હાલ કોરોનાના કારણે અટકી પડ્યું હોવાનું સામે આવ્યુ છે. જોકે, કોરોના વાયરસની અસર માત્ર જીરુના વેપારને જ નહિ, પરંતુ અનેક એવા
 
નુકશાન@ઊંઝા: કોરોના વાયરસથી કરોડોનું જીરૂ વિદેશમાં નિકાસ થતાં અટક્યુ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસની અસર માત્ર ચીનને નહિ પણ તેની સાથે વેપારમાં જોડાયેલા અનેક દેશોને પણ થઈ રહી છે. તેમાં ખાસ કરીને જીરાના ઉત્પાદન માટે જાણીતું ઊંઝા પણ સામેલ છે. હજારો ટન જીરું હાલ કોરોનાના કારણે અટકી પડ્યું હોવાનું સામે આવ્યુ છે. જોકે, કોરોના વાયરસની અસર માત્ર જીરુના વેપારને જ નહિ, પરંતુ અનેક એવા વેપારની થઈ છે, જ્યાં ભારતમાં ચીનમાં આયાત નિકાસ થાય છે. ગુજરાતમાંથી અનેક વસ્તુઓ ચીનમાં એક્સપોર્ટ થાય છે, જે પણ અટકી પડી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝાથી દેશ-વિદેશમાં ખૂબ મોટા પ્રમાણે જીરું મોકલવામાં આવે છે. આ સાથે ચીનમાં પણ જીરૂ મોકલવામાં આવતુ હોવાથી કોરાના વાયરલને કારણે આયાત-નિકાસ પર અસર પડી છે. ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં હાલ કોરોનાને કારણે માઠી અસર પડી છે અને હજારો ટન જીરું ગોડાઉનમાં પડી રહ્યુ હોવાનું સામે આવ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જીરું એક્સોપર્ટ થતાં અટકતાં તેના ભાવમાં પણ કિલોએ 30થી 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દિવસેને દિવસે ચીનની હાલત વધુ ખરાબ થતાં જીરુંના વેપારીઓ સાથે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. માલનો ભરાવો આ મંદીના માહોલમાં પોસાય તેમ નથી. બજારમાં ઘરાકીનો અભાવ અને વાયદામાં વોલ્યુમ કપાઈ રહ્યાં છે.