હારીજઃ શ્રમ અને રોજગાર મંત્રીએ મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

અટલ સમાચાર, પાટણ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા હારીજ ખાતે મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. નગરજનોને પીવાનું શુદ્ધ પાણી રાહતદરે મળી રહે તે માટે હારીજ નગરપાલિકા દ્વારા મિનરલ વોટર પ્લાન્ટ મુકવામાં આવ્યો છે. દર કલાકે ૨૦૦૦ લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ થકી રૂ.૦૨ પ્રતિ ૧૦ લીટર મિનરલ વોટર તથા
 
હારીજઃ શ્રમ અને રોજગાર મંત્રીએ મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

અટલ સમાચાર, પાટણ

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા હારીજ ખાતે મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. નગરજનોને પીવાનું શુદ્ધ પાણી રાહતદરે મળી રહે તે માટે હારીજ નગરપાલિકા દ્વારા મિનરલ વોટર પ્લાન્ટ મુકવામાં આવ્યો છે. દર કલાકે ૨૦૦૦ લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ થકી રૂ.૦૨ પ્રતિ ૧૦ લીટર મિનરલ વોટર તથા રૂ.૦૫ પ્રતિ ૧૦ લીટર ઠંડુ શુદ્ધ પાણી ઉપલબ્ધ બનશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હારીજઃ શ્રમ અને રોજગાર મંત્રીએ મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

મિનરલ વોટર પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે હારીજ નગરપાલિકાના પ્રમુખ ચંપાબેન ઠાકર, સ્થાનિક કોર્પોરેટરઓ, એ.પી.એમ.સી.ના ચેરમેન ભગવાનભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી અમિતભાઈ પરમાર તથા ચીફ ઑફિસર આર.આર.રબારી સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.