પ્રેમલગ્ન@ડીસા: યુવતિને ઉઠાવવા ગાડીઓ છુટી, ધોકાવાળીમાં 5 ઘાયલ,ફરીયાદ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા તાલુકાના માળી પરિવારના યુવક અને ચૌધરી સમાજની યુવતિ વચ્ચે પ્રેમ થતા લગ્ન કરી લીધા હતા. આથી નારાજ બનેલા યુવતિના પરિવારજનો ગાડીઓ લઇ યુવતિના સાસરીયાના ઘેર પહોંચી ગયા હતા. જયાં યુવતિને પોતાની સાથે લઇ જતા દરમ્યાન ઉગ્ર ઘર્ષણ થયુ હતુ. યુવતિના પરિવારજનો તરફથી આવેલા ઇસમોએ ધોકાવાળી કરી હતી. યુવતિના સાસરીયાવાળા
 
પ્રેમલગ્ન@ડીસા: યુવતિને ઉઠાવવા ગાડીઓ છુટી, ધોકાવાળીમાં 5 ઘાયલ,ફરીયાદ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તાલુકાના માળી પરિવારના યુવક અને ચૌધરી સમાજની યુવતિ વચ્ચે પ્રેમ થતા લગ્ન કરી લીધા હતા. આથી નારાજ બનેલા યુવતિના પરિવારજનો ગાડીઓ લઇ યુવતિના સાસરીયાના ઘેર પહોંચી ગયા હતા. જયાં યુવતિને પોતાની સાથે લઇ જતા દરમ્યાન ઉગ્ર ઘર્ષણ થયુ હતુ. યુવતિના પરિવારજનો તરફથી આવેલા ઇસમોએ ધોકાવાળી કરી હતી. યુવતિના સાસરીયાવાળા ઘાયલ થતા હોસ્પિટલ ખસેડી ફરીયાદ દાખલ કરાઇ હતી. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે.

પ્રેમલગ્ન@ડીસા: યુવતિને ઉઠાવવા ગાડીઓ છુટી, ધોકાવાળીમાં 5 ઘાયલ,ફરીયાદ
જાહેરાત

ડીસા તાલુકાના રમૂણ ગામની મંજુબેન ચૌધરીએ વાસણા ગામે રહેતા પ્રશાંત રમેશભાઈ માળી સાથે પ્રેમલગ્ન કર્યા છે. આ પછી પરિણીતા તેના સાસરે વાસણા ગોળીયા ગામે રહેવા આવી ગઇ હતી. જેનાથી નારાજ બની યુવતિના પરિવારજનો બે ગાડીમાં સાત માણસો સાથે લાકડી તથા પાઇપો લઈ આવ્યા હતા. જયાં પરિણીતા પાસે આવી તેને જબરજસ્તીથી ખેંચી ગાડીમાં બેસાડવા પ્રયત્ન કર્યો હતો. જેથી પરિણીતાએ બૂમાબૂમ કરતા તેના પતિ સાસુ અને સસરા દોડી આવ્યા હતા.

આ દરમ્યાન ગાડીમાં આવેલા ઇસમો અને યુવતિના સાસરી પક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી બાદ ઉગ્ર ઘર્ષણ થયુ હતુ. ઇસમોએ લાકડી અને ધોકા વડે યુવતિના સાસરીયાઓને માર મારતા ઘાયલ થયા હતા. મારામારીને પગલે નજીકના લોકો એકઠા થઇ જતા યુવતિને લેવા આવેલા ઇસમો ગાડી મુકી ભાગી ગયા હતા. આ પછી યુવતિએ ગાડીમાં આવેલા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા પોલીસે તજવીજ હાથ ધરી છે.

ઇજાગ્રસ્તોના નામ

મંજુબેન પ્રશાંતકુમાર સુંદેશા
પ્રશાંતકુમાર રમેશભાઈ સુંદેશા
યતીન રમેશભાઈ સુંદેશા
લલિતભાઈ શામળાજી સુંદેશા
જયેશ કાંતિલાલ સુંદેશા
તમામ રહે વાસણા ગોળીયા

ફરીયાદને પગલે આરોપીઓ

સંજયકુમાર નાગજીજી ચૌધરી – ગામ ડેરા તા.લાખણી
રમેશભાઈ જોધાજી ચૌધરી- ગામ રમૂણ તા.ડીસા
ચેલાજી અજાજી ચૌધરી ગામ રમુણ તા.ડીસા
તથા અન્ય ચાર લોકો