LRD કાંડ : પેપરલીક કરનારી દહિયા ગેંગના 3 શખ્સોની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક 2 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં લેવાનાર લોક રક્ષક દળની પરીક્ષા પેપર લિક થવાને કારણે અચાનક રદ કરાઈ હતી. જેના બાદ લાખો વિદ્યાર્થીઓ અટવાયા હતા.અત્યાર સુધી પોલીસે આ મામલે 13 જેટલા લોકોની ધરપકડ કરી હતી, જેમાં દિલ્હીની ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે પેપર લિકના મુખ્ય આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી
 
LRD કાંડ : પેપરલીક કરનારી દહિયા ગેંગના 3 શખ્સોની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક

2 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં લેવાનાર લોક રક્ષક દળની પરીક્ષા પેપર લિક થવાને કારણે અચાનક રદ કરાઈ હતી. જેના બાદ લાખો વિદ્યાર્થીઓ અટવાયા હતા.અત્યાર સુધી પોલીસે આ મામલે 13 જેટલા લોકોની ધરપકડ કરી હતી, જેમાં દિલ્હીની ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે પેપર લિકના મુખ્ય આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કૌભાંડમાં દહિયા ગેંગનું નામ ખૂલ્યું છે.પોલીસે પેપર લિક કૌભાંડમાં સંડોવાયેલા 3 ષડયંત્રખોરોની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં દહિયા ગેંગની સંડોવણી આવી સામે છે. આ દહિયા ગેંગ અલગ અલગ રાજ્યમાં પેપર ફોડવાનું કામ કરે છે. આ કેસમાં અત્યાર સુધી 14 આરોપી પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે.

આ કૌભાંડમાં પેપર ફોડનાર અને માતબર રકમ આપીને પેપર ખરીદનારાઓ પણ પકડાયા છે. તો બીજી તરફ, પેપર લીકના આરોપીઓને દિલ્હીમાં લઈ જઈને પણ પોલીસે તપાસ કરી હતી. આ આરોપીઓ જ્યાં જ્યાં રોકાયા હતા તે તમામ સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વિપક્ષે પણ રાજ્ય સરકારને ઘેરી લીધી હતી.