જાણો અર્ધ મહાકુંભ મેળા વિશે કેટલીક પૌરાણિક વાતો

અટલ સમાચાર,ડેસ્ક કુંભ મેળો દર 12 વર્ષે ભરાય છે. આ મેળો દુનિયાભરમાં થતા ધાર્મિક આયોજનોમાં સૌથી વિશાળ હોય છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. કુંભ મેળો હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનમાં શિપ્રા, નાસિકમાં ગોદાવરી અને અલાહાબાદમાં ત્રિવેણી સંગમ જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી મળે છે ત્યાં ભરાય છે.જ્યોતિષ અનુસાર જ્યારે બૃહસ્પતિ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ
 
જાણો અર્ધ મહાકુંભ મેળા વિશે કેટલીક પૌરાણિક વાતો

અટલ સમાચાર,ડેસ્ક

કુંભ મેળો દર 12 વર્ષે ભરાય છે. આ મેળો દુનિયાભરમાં થતા ધાર્મિક આયોજનોમાં સૌથી વિશાળ હોય છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. કુંભ મેળો હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનમાં શિપ્રા, નાસિકમાં ગોદાવરી અને અલાહાબાદમાં ત્રિવેણી સંગમ જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી મળે છે ત્યાં ભરાય છે.જાણો અર્ધ મહાકુંભ મેળા વિશે કેટલીક પૌરાણિક વાતોજ્યોતિષ અનુસાર જ્યારે બૃહસ્પતિ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે. તેમાં પણ પ્રયાગના કુંભનું સૌથી વધારે મહત્વ હોય છે. કુંભ મેળા પાછળ એક પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે. આ માન્યતા અમૃત મંથન સાથે જોડાયેલી છે.
જાણો અર્ધ મહાકુંભ મેળા વિશે કેટલીક પૌરાણિક વાતોદેવતાઓ અને રાક્ષસોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી પ્રકટ થયેલા રત્ન અને મૂલ્યવાન વસ્તુઓનો ભાગ પાડવાનો નિર્ણય કર્યો. સમુદ્ર મંથનમાંથી જે સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ પ્રકટ થઈ હતી તે હતું અમૃત. અમૃત કળશને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સંઘર્ષ થયો. રાક્ષસોથી અમૃતને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ અમૃત કુંભ ગરુડને આપી દીધો. જ્યારે રાક્ષસો ગરુડ પાસેથી તે કુંભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તે કુંભમાંથી અમૃત છલકાવા લાગ્યું. આ ઘર્ષણ દરમિયાન અમૃત અલાહાબાદ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પડ્યું. ત્યારથી દર 12 વર્ષે આ ચારમાંથી કોઈ એક સ્થાન પર કુંભ મેળો ભરાય છે.જાણો અર્ધ મહાકુંભ મેળા વિશે કેટલીક પૌરાણિક વાતોદેવતાઓ અને દાનવો વચ્ચે કુંભ માટે 12 દિવસ સુધી 12 સ્થાન પર યુદ્ધ ચાલ્યું. આ 12 સ્થળ પર અમૃત છલક્યું હતું. જેમાંથી ચાર સ્થાન મૃત્યુલોકમાં છે અને અન્ય આઠ સ્થાન સ્વર્ગ લોકોમાં. દેવતાઓના 12 દિવસ એટલે મૃત્યુલોકમાં 12 વર્ષ એટલા માટે દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે.