મહારાષ્ટ્ર@ગઢચિરોલીઃ નક્સલી હુમલો, 16 સુરક્ષાકર્મી શહીદ

અટલ સમાચાર, ડેસ્ક મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ 2 પોલીસની ગાડીઓ પર IEDના હુમલામાં 16 જવાનો શહીદ થયા છે. 2 ગાડીઓમાં 25 જવાન સવાર હતા. અહેવાલનીય છે કે, બંને ગાડીઓ પેટ્રોલિંગ કરી રહી હતી. ઘટનાના સમયે સી-60 કમાન્ડો યૂનિટ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન નક્સલીઓએ ઘાત લગાવીને આઈઈડી બ્લાસ્ટ કર્યો. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મોટો IED બ્લાસ્ટ
 
મહારાષ્ટ્ર@ગઢચિરોલીઃ નક્સલી હુમલો, 16 સુરક્ષાકર્મી શહીદ

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ 2 પોલીસની ગાડીઓ પર IEDના હુમલામાં 16 જવાનો શહીદ થયા છે. 2 ગાડીઓમાં 25 જવાન સવાર હતા. અહેવાલનીય છે કે, બંને ગાડીઓ પેટ્રોલિંગ કરી રહી હતી. ઘટનાના સમયે સી-60 કમાન્ડો યૂનિટ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન નક્સલીઓએ ઘાત લગાવીને આઈઈડી બ્લાસ્ટ કર્યો.

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મોટો IED બ્લાસ્ટ થયો છે. જેમાં 16 સુરક્ષાકર્મી શહીદ થવાની વાત સામે આવી રહી છે. નક્સલીઓએ સી-60 કમાન્ડોની ટીમ પર હુમલો કર્યો હતો. છેલ્લા 2 વર્ષોમાં મહારાષ્ટ્રમાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો છે.

મહારાષ્ટ્ર@ગઢચિરોલીઃ નક્સલી હુમલો, 16 સુરક્ષાકર્મી શહીદ
file photo

સી-60 કમાન્ડોની ટીમ પર નક્સલીઓએ આ હુમલો કુરખેડા-કોરચી રોડ પાસે કર્યો હતો. આ ધમાકામાં કેટલા લોકોના ઇજાગ્રસ્ત થવાની ખબર સામે આવી છે. સાથે જ કેટલાય લોકોના મૃત્યુ પામવાની ખબર સામે આવી રહી છે. સી-60 પર ઠીક એક વર્ષ બાદ આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. ગત વર્ષે એપ્રિલમાં ગઢચિરોલી પાસે એક મોટા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ 40 નક્સલીઓને ઠાર કરી દીધા હતા.

ગઢચિરોલી હુમલો ખૂબ જ ખતરનાક થયો છે. જવાનો એક પ્રાઇવેટ જીપમાં સફર કરી રહ્યો હતા. લગભગ 16 જવાન જીપમાં સવાર હતા હજુ સંપૂર્ણ સ્થિતિ તપાસ ચાલી રહી છે.