આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રથમ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જેમાં સૌ પહેલા અજિત પવારે નાયબ મુખ્યંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને શપથ લેવડાવ્યા હતા. અજીત પવાર આ પહેલા પણ બીજેપીના સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. હવે તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં પણ એનસીપીના ક્વોટામાંથી નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ઉદ્ધવ ઠાકરે સરકારની રચનાને એક મહિના પછી સોમવારે કેબિનેટનું વિસ્તરણ થયું છે. આ સમયે મોટા સમાચાર એવા સામે આવ્યા છે કે પ્રથમ વખત ધારાસભ્ય પદે ચૂંટાનારા આદિત્ય ઠાકરેને પિતા ઉદ્ધ ઠાકરેની કેબિનેટમાં સ્થાન મળશે. આદિત્ય ઠાકરેને ઉચ્ચ શિક્ષણ અથવા પર્યાવરણ વિભાગ સોંપવામાં આવી શકે છે.

મંત્રીમંડળના વિસ્તરણ પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. આ ઉપરાંત હસન મુશરિફ પણ શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. મંત્રીમંડળમાં શપથ લેનારા એનસીપીના નેતાઓની શરદ પવારના ઘરે બેઠક મળી હતી.

04 Aug 2020, 8:34 AM (GMT)

COVID-19 Global Stats

18,456,665 Total Cases
697,700 Death Cases
11,690,670 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code