મહારાષ્ટ્રઃ પ્રેમીપંખીડાએ છેક ગુજરાતમાં આવી જીવન ટૂંકાવી દીધું

અટલ સમાચાર, ડેસ્ક વાપીના ગેસ્ટહાઉસમાં મહારાષ્ટ્રના અંબાલા ખાતે રહેતા 26 વર્ષીય સંદીપ સંથાદાસ સુથાર અને તેની પ્રમિકા પલ્લવી પ્રમોદ પાટીલ રોકાયા હતા. આ દરમિયાન હોટલના મેનેજર સંદીપે 1 કલાકમાં રૂમ ખાલી કરવા સૂચના આપી હતી. જેમાં પ્રેમીપંખીડાઓએ રૂમમાં ગયા બાદ એક કલાક પછી બહાર નહી આવતા વેઇટરે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, આમ છતાં કોઇપણ
 
મહારાષ્ટ્રઃ પ્રેમીપંખીડાએ છેક ગુજરાતમાં આવી જીવન ટૂંકાવી દીધું

અટલ સમાચાર, ડેસ્ક

વાપીના ગેસ્ટહાઉસમાં મહારાષ્ટ્રના અંબાલા ખાતે રહેતા 26 વર્ષીય સંદીપ સંથાદાસ સુથાર અને તેની પ્રમિકા પલ્લવી પ્રમોદ પાટીલ રોકાયા હતા. આ દરમિયાન હોટલના મેનેજર સંદીપે 1 કલાકમાં રૂમ ખાલી કરવા સૂચના આપી હતી. જેમાં પ્રેમીપંખીડાઓએ રૂમમાં ગયા બાદ એક કલાક પછી બહાર નહી આવતા વેઇટરે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, આમ છતાં કોઇપણ પ્રત્યુત્તર નહીં મળતા સંદીપને ફોન કરતા મોબાઇલ સ્વીચ ઓફ બતાવતો હતો.

આ બાબતે પોલીસને જાણ કરતા ઘટના સ્થળ ઉપર પહોંચી પોલીસે રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. આ સમયે પ્રેમીપંખીડા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે લાશનો કબજો લઇ જાણ કરતા બંને મૃતકના પરિવારજનો સોમવારે વાપી દોડી આવ્યા હતા. જોકે, મૃતક યુવતીના પરિવારે મહારાષ્ટ્ર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.