મહાપર્વઃ આજથી પિતૃઓને યાદ કરી શ્રાધ્ધ અને પિંડદાન કરવાના દિવસો શરૂ

અટલ સમાચાર, ડેસ્ક પિતૃપર્વ એટલે પૂર્વજોને યાદ કરી શ્રાધ્ધ અને પિંડદાન કરવાના દિવસો. ભાદરવા માસની પુુુુુુનમ એટલે કે આજથી શ્રાધ્ધનો આરંભ થાય છે. જે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. શાસ્ત્રોમાં વિસ્તૃત રીતે કહેવામાં આવ્યુ છે કે, નરકથી મુક્તિ પુત્રના હાથોથી પણ મળેે છે. મરણોપરાંત સંસ્કારોને પૂરા કરવા માટે પુત્રનું સ્થાન સૌથી પહેલા આવે છે. પુત્ર જો તર્પણ કે
 
મહાપર્વઃ આજથી પિતૃઓને યાદ કરી શ્રાધ્ધ અને પિંડદાન કરવાના દિવસો શરૂ

અટલ સમાચાર, ડેસ્ક

પિતૃપર્વ એટલે પૂર્વજોને યાદ કરી શ્રાધ્ધ અને પિંડદાન કરવાના દિવસો. ભાદરવા માસની પુુુુુુનમ એટલે કે આજથી શ્રાધ્ધનો આરંભ થાય છે. જે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. શાસ્ત્રોમાં વિસ્તૃત રીતે કહેવામાં આવ્યુ છે કે, નરકથી મુક્તિ પુત્રના હાથોથી પણ મળેે છે.

મરણોપરાંત સંસ્કારોને પૂરા કરવા માટે પુત્રનું સ્થાન સૌથી પહેલા આવે છે. પુત્ર જો તર્પણ કે પિંડદાન કરે અને શ્રાધ્ધ નાંખે તો પિતૃઓ તૃપ્ત થાય છે. જેમને પુત્ર સુખ ન હોય તેમના માટે શું શાસ્ત્રોમાં મોક્ષગતિ માટે કરવામાં આવ્યુ છે.

મહાપર્વઃ આજથી પિતૃઓને યાદ કરી શ્રાધ્ધ અને પિંડદાન કરવાના દિવસો શરૂ
file photo

આ છે પિંડદાનના અધિકારી

પિતાનું પિંડદાન પુત્ર દ્વારા કરવામાં આવે છે. જો પુત્ર ન હોય તો તે અધિકાર પત્નીને આપવામાં આવ્યો છે. જો પત્ની પણ ન હોય તો સગોભાઈ તેના અભાવમાં સગા સંબંધી પણ પીંડદાન કરી શકે છે. જો એક કરતા વધારે સંતાન હોય તો પિતૃઓનું પિંડદાન સૌથી મોટાપુત્રનો અધિકાર છે. જો પુત્ર ન હોય તો પુત્રીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે.

જો પુત્ર ન હોય તો પૌત્ર કે ભાણેજ પણ પિંડદાન કરી શકે છે. પુત્ર, પૌત્ર કે પ્રપૌત્ર ન હોય તો વિધવા સ્ત્રી પણ પિંડદાન કરી શકે છે. પુરાણોમાં કહેવાયુ છે કે જો પુત્ર કે પુત્રી ન હોય તો ભત્રીજો પણ પિંડદાન કરી શકે છે.