મહાશિવરાત્રિઃ ભક્તોએ દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કર્યા

અટલ સમાચાર, મહેસાણા ‘ગામ હોય ત્યાં શિવ હોય’ આ કહેવત ગુજરાતના ગામડે ગામડે જોવા મળતાં શિવાલયોને જોતાં સાચી છે. જેથી આજના દિવસે મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બમ બમ ભોલેના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા. દેવોના દેવ મહાદેવને પ્રસંન કરવા ભક્તો બીલીપત્ર, ભાંગનો પ્રસાદ અર્પણ કરી ધન્ય બન્યા હતા. મહેસાણાઃ આજે શિવરાત્રીના પવિત્ર
 
મહાશિવરાત્રિઃ ભક્તોએ દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કર્યા

અટલ સમાચાર, મહેસાણા

‘ગામ હોય ત્યાં શિવ હોય’ આ કહેવત ગુજરાતના ગામડે ગામડે જોવા મળતાં શિવાલયોને જોતાં સાચી છે. જેથી આજના દિવસે મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બમ બમ ભોલેના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા. દેવોના દેવ મહાદેવને પ્રસંન કરવા ભક્તો બીલીપત્ર, ભાંગનો પ્રસાદ અર્પણ કરી ધન્ય બન્યા હતા.

મહેસાણાઃ આજે શિવરાત્રીના પવિત્ર દિવસની ઉજવણીને લઇ શહેરમાં આવેલ સોમનાથ મંદિર સહિત અનેક શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

પાટણ: પાટણમાં આવેલ સહસ્ત્રલીંગ તળાવમાં આવેલ શીવલીંગ, સિધ્ધપુરના રૂદ્વમહાલય સહિત અનેક મંદિરોમાં શિવપુજા કરવામાં આવી હતી.