મહાત્રાસ@મહેસાણા: શિક્ષક વિરુદ્ધ મહિલાની રજૂઆતમાં જિલ્લા પંચાયત નિષ્ફળ

અટલ સમાચાર, મહેસાણા ઊંઝાની અમૂઢ પ્રાથમિક શાળાનાં મહિલા આચાર્ય છેલ્લા 5 મહિનાથી શિક્ષક મહાત્રાસ આપતાં હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ટીપીઇઓ, ડીપીઇઓ, શિક્ષણ સમિતિ ચેરમેન અને છેક મહિલા આયોગ સુધી રજૂઆત કરી ચૂક્યા છે. સંઘના મહામંત્રી પોતાનાં વિરુદ્ધ ગામલોકોને ઉશ્કેરતા હોવાનું જણાવતાં હડકંપ મચી ગયો છે. શિક્ષક સંઘના મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ અમૂઢ પ્રાથમિક શાળામાં શિક્ષક
 
મહાત્રાસ@મહેસાણા: શિક્ષક વિરુદ્ધ મહિલાની રજૂઆતમાં જિલ્લા પંચાયત નિષ્ફળ

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝાની અમૂઢ પ્રાથમિક શાળાનાં મહિલા આચાર્ય છેલ્લા 5 મહિનાથી શિક્ષક મહાત્રાસ આપતાં હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ટીપીઇઓ, ડીપીઇઓ, શિક્ષણ સમિતિ ચેરમેન અને છેક મહિલા આયોગ સુધી રજૂઆત કરી ચૂક્યા છે. સંઘના મહામંત્રી પોતાનાં વિરુદ્ધ ગામલોકોને ઉશ્કેરતા હોવાનું જણાવતાં હડકંપ મચી ગયો છે.

શિક્ષક સંઘના મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ અમૂઢ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. શાળાનાં મહિલા આચાર્યએ પોતાને મહાત્રાસ સહિત અનેક મુદ્દાઓ સાથે જિલ્લા પંચાયતથી લઇ મહિલા આયોગમાં ફરિયાદ કરી છે. સૌથી મહત્વની વાત સામે આવી છે કે, જિલ્લા શિક્ષણ સમિતિ ન્યાય અપાવવા નિષ્ફળ ગઇ હોવાના સવાલો થઈ રહ્યા છે.

મહિલાની રજૂઆતના મુદ્દા

1. શાળાનાં બાળકો સફાઈ કરે તો વાલીને ઉશ્કેરે છે.

2. શાળામાં મોબાઇલ પ્રતિબંધ છતાં બેફામ ઉપયોગ.

3. મોટેભાગે ક્લાસ લેવાનું ટાળે છે.

4. લઘુતાગ્રંથિથી પિડાઈ સતત માનસિક ત્રાસ

5. ગામલોકો સમક્ષ અભદ્ર ટિપ્પણી

6. રજૂઆત કરી તો દબાણ લાવવા ટોળું મોકલ્યું

7. મૂવમેન્ટ ભર્યા વિના રજા ભોગવે છે.

એક તરફ મહિલા આચાર્યની રજૂઆત સામે શિક્ષક વિષ્ણુભાઈ પટેલ પણ શાળાની બાબતો મુદ્દે રજૂઆત કરી ચૂક્યા છે. આથી બંને વચ્ચેના ઘર્ષણથી શાળાનાં બાળકોને પૂરતો ન્યાય મળતો નથી. આવા સંજોગોમાં જિલ્લા પંચાયતની ભૂમિકા મહત્વની બની છે.