મહેસાણાઃ પોલીસ પરિવાર દ્વારા માસ્ક અને ફૂડ પેકેટ વિતરણ કરાયા

અટલ સમાચાર, મહેસાણા વૈશ્વિક મહામારી કોરોના સામે સૌ કોઈ દેશવાસીઓ જંગ લડી રહ્યા છે. કોરોનાનો રોગચાળો અંકુશમાં લાવવા લોકડાઉનનો ચુસ્ત અમલ જ પોલીસનો ધ્યેય છે. તેથી જ ઘરમાં રહો સુરક્ષિત રહો. સરકાર દ્વારા કોરોના વાયરસને અટકાવવાના પગલે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલું છે. ત્યારે આપણા દેશમાં જરૂરિયાતમંદ લોકો કે જેમની રોજીરોટી જ રોજની કમાણી પર
 
મહેસાણાઃ પોલીસ પરિવાર દ્વારા માસ્ક અને ફૂડ પેકેટ વિતરણ કરાયા

અટલ સમાચાર, મહેસાણા

વૈશ્વિક મહામારી કોરોના સામે સૌ કોઈ દેશવાસીઓ જંગ લડી રહ્યા છે. કોરોનાનો રોગચાળો અંકુશમાં લાવવા લોકડાઉનનો ચુસ્ત અમલ જ પોલીસનો ધ્યેય છે. તેથી જ ઘરમાં રહો સુરક્ષિત રહો. સરકાર દ્વારા કોરોના વાયરસને અટકાવવાના પગલે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલું છે. ત્યારે આપણા દેશમાં જરૂરિયાતમંદ લોકો કે જેમની રોજીરોટી જ રોજની કમાણી પર નિર્ભર રહેતી હોય છે, તેવામાં આ વાયરસને અટકાવવા ૨૧ દિવસના લોકડાઉન દરમ્યાન ગરીબોને રોજે-રોજ બે ટાઈમ જમવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા થઈ જતી હોય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સમગ્ર મહામારી સામે લડવા એકમાત્ર સેવાના ભાગરૂપે તેમજ પોતાની ફરજ નિભાવતા કર્મચારીઓ આપણા માટે આ જંગમાં સામેલ થઈ તેને અટકાવવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે. મહેસાણા પોલીસ અધિકક્ષ મનિષ સિંઘની પ્રેરણાથી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા બનાવેલ માસ્ક તેમજ ફૂડ પેકેટ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરાયા. પોલીસ કર્મીઓ પોતાની ફરજની સાથે સાથે તેઓ પોતાના સમાજની નૈતિક ફરજ પણ નિભાવી રહ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ હરહંમેશ લોકો સાથે ખડેપગે રહીને લોકોની સેવા કરતા તેમની ફરજ પણ નિભાવે છે.