મહેસાણા પોલીસે દેત્રોજ અને સતલાણા નજીકથી ચાર લાખથી વધુનો દારૂ ઝડપ્યો

અટલ સમાચાર, મહેસાણા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૨૧૭૪ કિ.રૂ.૨,૭૭, ૪૦૦ 31મી ડીસેમ્બરની ઉજવણીમાં જીલ્લાભરમાં દારૂની રમઝટ થવાની સંભાવના હોઈ મહેસાણા પોલીસને તેજપુરથી કટોસણ ગામ વચ્ચેના ખરાબાની બાવળની જાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવી તેનું કટીંગ થતુ હોવાની વિગત મળી હતી. જ્યા પીકપ ડાલાને ચેક કરતા દારૂની બોટલ નંગ-૨૧૭૪ કિ.રૂ.૨,૭૭,૪૦૦/- મળી આવતા
 
મહેસાણા પોલીસે દેત્રોજ અને સતલાણા નજીકથી ચાર લાખથી વધુનો દારૂ ઝડપ્યો

અટલ સમાચાર, મહેસાણા 

ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૨૧૭૪ કિ.રૂ.૨,૭૭, ૪૦૦

31મી ડીસેમ્બરની ઉજવણીમાં જીલ્લાભરમાં દારૂની રમઝટ થવાની સંભાવના હોઈ મહેસાણા પોલીસને તેજપુરથી કટોસણ ગામ વચ્ચેના ખરાબાની બાવળની જાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવી તેનું કટીંગ થતુ હોવાની વિગત મળી હતી. જ્યા પીકપ ડાલાને ચેક કરતા દારૂની બોટલ નંગ-૨૧૭૪ કિ.રૂ.૨,૭૭,૪૦૦/- મળી આવતા બોલેરો પીકપ ડાલુ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ મળી કુલ રૂ.૭,૮૨,૪૦૦/- નો મુદ્દામાલ સાથે ટીનુભા ઝાલા રહે-દેકાવાડા તા-દેત્રોજ જી-અમદાવાદ તથા પીકઅપ ડાલાના ડ્રાયવર વિરૂધ્ધ સાંથલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એકટ કલમ ૬૫-એ.ઇ, ૧૧૬-બી, ૮૧, ૯૮(ર) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાર્યવાહી કરવામાં આવી હતી

ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮૦૬ બોટલ તથા બીયર ટીન ૨૧૫ નંગ પકડાયો

સફેદ કલરની કારમાં રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઉંઝા તરફ આવનાર હોવાની હકીકત આધારે ભૂણાવ ચાર રસ્તા નજીક વોચ ગોઠવી સ્વીફ્ટ ગાડી આવતા ગાડીમાં બેસેલ બે ઇસમોને પોલીસ હોવાની જાણ થઇ ગઈ હતી. આથી સ્વીફ્ટ ગાડીના ડ્રાઇવરે કામલી ગામ તરફ જવાના રસ્તે ભગાડી મુકી હતી.  આથી પોલીસે તપાસ કરતા ત્રણેક કિલોમીટર દૂર વળાંકમાં રોડની સાઇડના ખાડામાં ગાડી પલ્ટી ખાધેલી અવસ્થામાં જોવા મળી હતી. ગાડીમાં વિદેશી દારૂની અલગ અલગ માર્કાની નાની મોટી બોટલો નંગ–૮૦૬ કિ.રૂ.૧,૦૭,૨૪૦/- તથા બીયર ટીન નંગ ૨૧૫ કિ.રૂ.૨૧,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૮,૭૪૦/- નો દારૂ મળી આવતા સ્વીફ્ટ કાર સાથે મળી કુલ કિ.રૂ.૫,૨૮,૭૪૦/- ના મુદ્દામાલ સાથે વાસુસિંહ રામસિંહ વાઘેલા રહે.રામનગર તા.દાંતીવાડા તથા નરેન્દ્રસિંહ ઉર્ફે ભાણો બળવંતસિંહ વાઘેલા રહે.હાલ સતલાસણા  જી.મહેસાણા સહિત કુલ ૦૫ ઇસમો વિરૂધ્ધમાં ધી પ્રોહી એકટ કલમ ૬૫એ.ઈ, ૧૧૬બી, ૯૮(ર), ૮૧ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.