આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

વીરપુરના લિંબરવાડા ગામના ખેડૂતો જયારે સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન એક 15 વર્ષના કિશોરની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળી હતી. આ લાશે દેખાતા લોકોના ટોળેને ટોળા એકઠા થઈ ગયા હતા. વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો હોવાની જાણ થતા જ લોકોએ તેની ઓળખ કરી બતાવી હતી. મૃતદેહ 15 વર્ષના રાયસન ઠાકોરનો હોવાનું ખૂલ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહીસાગર જીલ્લાના વીરપુરના લિંબરવાડા ગામના રાયસન ઠાકોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. રાયસન 10માં ધોરણનો વિદ્યાર્થી છે. જોકે, આ મૃતદેહ મળી આવ્યા પછી પણ હત્યા હતી કે આત્મહત્યા તેનો ખુલાસો થયો નથી. રાયસનના પરિવારજનોને આ ઘટનાની જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોકકળ મચાવી દીધી હતી. જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મૃતક રાયસનના માથે ટોપી હતી અને તેણે બૂટ પણ પહેરેલા હતા. વસ્ત્રોમાં જ લટકી રહેલા મૃતદેહ પરથી હત્યા કે આત્મહત્યા તેનો ભેદ ઉકેલી શકાયો નહોતો. આ ઘટના બાદ મહીસાગરની વીરપુર પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથધરી હતી. વીરપુર પોલીસના મતે પોસ્ટમોર્ટમ બાદ જ વિદ્યાર્થીની હત્યા થઈ છે કે નહીં તેનો ખુલાસો થઈ શકશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code