આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,લુણાવાડા

લોકસભા ચુંટણીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે, રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સભાઓ કરી રહયા છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને ચૂંટણી પ્રચારમાં ચાર્ટર્ડ પ્લેન ફાળવ્યાની વાતથી ફરી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઈ હતી. કોંગ્રસના સ્ટાર પ્રચારક અને પાટીદાર નેતા હાલ હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેનમાં ફરીને ચૂંટણી સભાઓમાં જઈ રહ્યા છે. ગુરૂવારે લુણાવાડા ખાતે હાર્દિકની સભા હોવાથી હેલિપેડ પર જમીન માલિક દ્વારા હાર્દિકનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જોકે, હવે હાર્દિક પટેલ બાય રોડ લુણાવડા જઇ સભા સંબોધશે.

હાર્દિક પટેલ હાલ હેલિકોપ્ટર દ્વારા જઈને સભાને સંબોધન કરી રહ્યો છે. ત્યારે લુણાવાડામાં તેની સભાનું આયોજન કરાયું છે. આ માટે લુણાવાડા હેલિપેડ પર જમીન માલિક દ્વારા વિરોધ કરાયો છે. માલિકે હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી નથી આપી. તંત્ર પાસે મંજૂરી બાદ જમીન માલિક દ્વારા વિરોધ કરતા હાર્દિક પટેલ બાય રોડ લુણાવાડા આવશે. તો બીજી તરફ, જમીન માલિકને મનાવવા માટે જિલ્લા કોંગ્રેસ કમિટીના સદ્સ્યો તેમના ઘરે પહોંચ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code