માહિતી ન આપવા બદલ ખેડબ્રહ્મા પીએસઆઈને 10 હજારનો દંડ

અટલ સમાચાર, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના અરજદારે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને કેટલાક મુદ્દા સાથેની અરજી કરી હતી. જેમાં અગાઉની ફરિયાદ સંદર્ભે તેની નકલ સહિતની વિગતો માંગવામાં આવી હતી. આ તરફ સમય મર્યાદામાં પણ ખેડબ્રહ્મા તાલુકા પોલીસસ્ટેશન દ્વારા માહિતી નહી આપતા અરજદારે જિલ્લા પોલીસઅધિક્ષકને અપીલ કરી હતી. જેની સુનાવણીમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા
 
માહિતી ન આપવા બદલ ખેડબ્રહ્મા પીએસઆઈને 10 હજારનો દંડ

અટલ સમાચાર, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના અરજદારે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને કેટલાક મુદ્દા સાથેની અરજી કરી હતી. જેમાં અગાઉની ફરિયાદ સંદર્ભે તેની નકલ સહિતની વિગતો માંગવામાં આવી હતી. આ તરફ સમય મર્યાદામાં પણ ખેડબ્રહ્મા તાલુકા પોલીસસ્ટેશન દ્વારા માહિતી નહી આપતા અરજદારે જિલ્લા પોલીસઅધિક્ષકને અપીલ કરી હતી. જેની સુનાવણીમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા નહોતા. જે મામલે પોલીસવડાએ 10 હજારનો દંડ ફટકારતા વહિવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામના અરજદારે પોતાના વિરુદ્ધ થયેલ ફરિયાદ સંદર્ભે ફરિયાદ કરનારની વિગતો સાથેની નકલ માહિતી અધિકાર હેઠળ લેવા અરજી કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે માહિતી અરજીનો પ્રત્યુત્તર નહી આપતા અરજદારે જિલ્લા પોલીસવડાને અપીલ કરી હતી. જેની અપીલ સુનાવણી ગત તા.17-12-18ના રોજ રાખવામાં આવી પરંતુ પીએસઆઈ ઉપસ્થિત રહ્યા નહોતા. જેથી અપીલ મુદતે હાજર ન રહેવા બદલ પોલીસ અધિક્ષકે રૃ.10 હજારની એસસીએન તેમજ 7 દિવસમાં માહિતી આપવાનો હૂકમ કર્યો છે.

પોલીસવડા ચૈતન્ય માંડલિકની માહિતી અધિકાર હેઠળની કાર્યવાહીને પગલે પોલીસ આલમમાં હડકંપ મચી ગયો છે.