મહોત્સવ@ભાભર: આનંદપ્રકાશ બાપુની 101મી જન્મજયંતી ઉજવાઇ

અટલ સમાચાર, કાંકરેજ (રામજીભાઇ રાયગોર) બનાસકાંઠા જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા ભાભર શહેરમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આનંદ પ્રકાશ બાપુની 101મી જન્મજયંતી હોવાથી બેન્ડવાજા સાથે શોભાયાત્રા રંગેચંગે કાઢવામાં આવી હતી. બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે મોટી સંખ્યામાં એકઠા થઇ સંતોના આશીર્વાદ વચ્ચે બ્રહ્મભોજન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આનંદ પ્રકાશ બાપુ માટે બ્રહ્મ સમાજ સહિતના લાખો શ્રદ્ધાળુઓને મોટી
 
મહોત્સવ@ભાભર: આનંદપ્રકાશ બાપુની 101મી જન્મજયંતી ઉજવાઇ

અટલ સમાચાર, કાંકરેજ (રામજીભાઇ રાયગોર)

બનાસકાંઠા જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા ભાભર શહેરમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આનંદ પ્રકાશ બાપુની 101મી જન્મજયંતી હોવાથી બેન્ડવાજા સાથે શોભાયાત્રા રંગેચંગે કાઢવામાં આવી હતી. બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે મોટી સંખ્યામાં એકઠા થઇ સંતોના આશીર્વાદ વચ્ચે બ્રહ્મભોજન કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં આનંદ પ્રકાશ બાપુ માટે બ્રહ્મ સમાજ સહિતના લાખો શ્રદ્ધાળુઓને મોટી આસ્થા છે. દર વર્ષે બ્રહ્મ સમાજ દ્વારા બાપુની જન્મજયંતી ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. જોકે આ વર્ષે આનંદ પ્રકાશ બાપુની 101મી જન્મજયંતી હોવાથી બ્રહ્મ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ બાદ ભાભર શહેરમાં બેન્ડવાજાની સવારી કાઢવામાં આવી હતી.

મહોત્સવ@ભાભર: આનંદપ્રકાશ બાપુની 101મી જન્મજયંતી ઉજવાઇ
Advertise

જેમાં સંત શ્રી સ્વરૂપજી મહારાજ તથા નિજાનંદ બાપુ ગોતરકા વાળાના આશીર્વાદ લઈ બ્રહ્મભોજન લેવામાં આવ્યું હતું. જેમાં ભાભર તાલુકાના ગામડાઓ માંથી બ્રહ્મ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં જીવરામભાઈ, રઘુભાઇ, અંબારામભાઈ, નરેશભાઈ એટાવાળા અને ભાભર મંડળ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.