આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

મહેશ માંજરેકર સલમાનની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. જેમાં ‘રેડી’, ‘બોડીગાર્ડ’, ‘દબંગ’ અને ‘દબંગ-2’ જેવી ફિલ્મો છે. સલમાને કેટલાક સમય પહેલા મહેશ માંજરેકરના દિકરા સત્યાને લોંચ કરવાની જવાબદારી ઉઠાવી હતી અને હવે તેની દીકરી અશ્વામીને પણ એ એક તક આપવા જઇ રહ્યો છે. મહેશ માજરેકરે જણાવ્યુ હતુ કે હાં, સલમાન મારી દીકરીને લોન્ચ કરવા જઇ રહ્યો છે. એમાં હજી થોડો સમય છે. જેવી જ કોઇ સારી ઓફર હાથ લાગશે એવુ જ આ કામને સફળ બનાવાશે. તેણે સલમાન ના વખાણ કરતા આગળ કહ્યુ કે સલમાન આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી દયાળુ માણસ છે. તે જમીન થી જોડાયેલ માણસ છે અને માનસિક રીતે એક મિડલ ક્લાસ માણસની જેમ છે. માંજરેકરએ આગળ કહ્યુ કે સલમાન જાણે છે કે હુ એના આટલા વખાણ નથી કરતો અને કદાચ આ જ વસ્તુ આમારા સંબંધને વધુ ખાસ બનાવે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code