આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહુવા

ગુજરાતમાં હમણાંથી દિપડાનો આંતક વધી ગયો હોય તેમ, ભાવનગર જિલ્લાના બગદાણાના માલપર ખાતે એક દીપડાએ બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. આ કેસમાં નેસડામાં ઊંઘી રહેલા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો અને તેને ખાઈ ગયો હતો.


પરિવારજનોના જણાવ્યાનુસાર વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પરિવારને પોતાનું બાળક ગુમ થયું હોવાની માહિતી મળી હતી. બાળકના પિતાએ જણાવ્યું હતું કે સવારે ચાર વાગ્યાની આસપાસ તેના ફળિયામાં બાંધેલી ગાયો અચાનક ભડકી હતી. આ અંગે તપાસ કરવા જતાં તેનો પુત્ર ગુમ હોવાની માહિતી મળી હતી. શોધખોળ કરવામાં આવતા નજીકમાંથી બાળકનો હાથ-પગ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. શરીરના બાકીના ભાગો દીપડો ખાઈ ગયો હતો. આ અંગે પરિવાર તરફથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે બગદાણાના માલપરા ખાતે રહેતો પરિવાર ગાયો ચરાવવાનું કામ કરે છે અને નેસડામાં જ રહે છે.

28 Sep 2020, 2:46 AM (GMT)

COVID-19 Global Stats

33,304,666 Total Cases
1,002,389 Death Cases
24,634,297 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code