આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
અટલ સમાચાર, વડગામ(જગદીશ શ્રીમાળી)
વડગામના કોદરામ ગામના પેરા એથ્લેટીક ગોલ્ડ મેડાલિસ્ટ યુવક નુ માદરે વતન માં ભવ્ય સ્વાગત સ્વીઝરલેન્ડ માં વિશ્વ  પંચાયત એંથલેટિક ભારત નું અને તાલુકા સહિત ગામનું નામ રોશન કળ્યું. કોદરામના ગ્રામજનો અને આજુબાજુ સહિતના ગામોના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી સ્વાગત કરી ગામમાં વરઘોડા સાથે ખુસીનો માહોલ જોવા મળ્યો હતો.
વડગામ તાલુકાના કોદરામ ગામના યુવકે પેરા એથલેટીક માં ગોલ્ડ મેડલ જીતી પોતાના વતન આવતા ગ્રામ જનો દ્વારા તેનું ભવ્ય સામૈયા સાથે હરખભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો તેમજ કોદરામ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડીને ભવ્ય સ્વાગત કર્યું હતું.
કોદરામ ગામના ના વતની રાજેન્દ્રસિંહ વદનસિંહ રાણા એ સ્વીઝરલેન્ડ માં યોજાયેલ વિશ્વ કક્ષાની પેરા એથલેટીક ચેમ્પિયન  શીપ માં ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનું તેમજ બનાસકાંઠા જિલ્લા સહિત તાલુકા અને ગામનુ નામ રોશન કર્યું હતું.
રાજેન્દ્રસિંહ રાણા પોતાના માદરે વતનમાં આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઢોલ નગારા ત્રાંસા સાથે આ યુવકનું ભવ્ય સ્વાગત કરી ગામમાં વરઘોડો નિકાળ્યો હતો.બાદમા  ગામની સ્કુલ માં સભા રાખી હતી. જ્યાં ગામના વિવિધ અગ્રણીઓએ રાજેન્દ્રસિંહને ફૂલહાર પહેરાવી છાલ ઓઢાડી  સ્વાગત કર્યું હતું.
દરેક સમાજ ના લોકો એ રાજેન્દ્ર સિંહ ને વધુ ઉત્સાહિત કરવામાં માટે રોકડ રકમના ઈનામો આપી પ્રોત્સાહિત લોકોએ સન્માનિત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ગામના અગ્રણી રતૂજી. બી. રાણા, જીગર સિંહ રાણા, નરેન્દ્રસિંહ રાણા,  સવજીભાઈ ચૌધરી, પ્રવીણ સિંહ રાણા, મફાજી ઠાકોર, નગીન દાસ મોદી, શંકરભાઈ મકવાણા, વીરાભાઇ પ્રજાપતિ, જગમાલ ભાઈ દેસાઈ,  દિલીપ ભાઈ મહેતા અને કોદરામ રાજપૂત યુવક મંડળસહીતના લોકો ઉપસ્થિત રહીને ભારે જહેમત ઊઠાવી હતી.
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code