અટલ સમાચાર, પાટણ
રાજ્ય સરકારે જૈનાચાર્યો સહિતના સમુદાય માટે ચાલવા માટે સ્પેશ્યલ માર્ગ બનાવવાની તૈયારી કરી છે. બજેટમાં આ માટે ૨૦ કરોડ ફાળવવાનું આયોજન થયું છે. પાટણથી અમદાવાદ વચ્ચેના 103 કિ.મી.ના માર્ગ નજીક ચાલવા માટેની પગદંડી બની શકે છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર મથકે જૈન સમુદાયનું આવાગમન વિશેષ રહે છે. જેમાં જૈનાચાર્યો સહિતના જ્યારે ચાલતા જતા હોય ત્યારે માર્ગ અકસ્માતની ઘટનાઓ પણ બની જાય છે. આવી સ્થિતિમાં આ રૂટ ઉપર ચાલવા માટેનો ટ્રેક બનાવવાની તૈયારી થઈ રહી છે. બજેટમાં પણ તેની ઘોષણા નાણામંત્રીએ કરી દીધી છે.
પાટણથી અમદાવાદ વચ્ચેના સરેરાશ 103 કિલોમીટરના હાઇવે માર્ગ નજીક આમ નાગરિકો સાથે પશુઓને પણ ચાલવા માટેની સગવડ બની છે. સરેરાશ 20 કરોડના ખર્ચે તૈયાર કરવાની તૈયારી જોતાં આગામી દિવસોએ જમીન સંપાદનની પ્રક્રિયા પણ શરૂ થઇ શકે છે.