આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

જૂની ગુજરાતી ફિલ્મોએ ગુજરાતને ઢોલિવુડની ઓળખ અપાવી છે, આગામી દાયકો ગુજરાતી પિકચર્સ માટે હિન્દી ફિલ્મોને ટક્કર આપનારો બની રહેશે અને 2019થી જ એવોર્ડ વિનિંગ ફિલ્મો ગુજરાતી દર્શકોને જોવા મળશે તેમ આત્મવિશ્વાસ સાથે યુવા ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકરે કચ્છના રણોત્સવમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ. જેમ ગુજરાતી થાળીમાં વ્યંજનોથી માંડીને ખાટી મીઠી રસોઇનો સ્વાદ મળતો હોય છે તેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આ પ્રકારની ફિલ્મો બનવા લાગી છે.
કચ્છના ધોરડો સ્થિત નમક સરોવર એટલે કે સફેદ રણમાં ચાલી રહેલા રણ ઉત્સવમાં આવીને પોતાની ફિલ્મ ‘સાહેબ’ કે જે 2019માં રજૂ થવાની છે તેનું અને કચ્છના પ્રવાસનનું પ્રમોશન કરવા આવેલા મલ્હાર કચ્છ જિલ્લાની ગ્રામીણ સંસ્કૃતિ અને શહેરીકરણથી રીતસરના અભિભૂત દેખાયા.
2019માં રજૂ થનારી મલ્હારની સાહેબ મૂવીમાં પારિવારિક મનોરંજન છે. કચ્છના રણમાં પણ અમુક મિનિટોનું શુટિંગ કરાયું છે. સાહેબને લોકસભાની ચૂંટણીઓ કે રાજકીય બાબતો સાથે કોઇ સંબંધ નથી તેમ સ્પષ્ટતા મલ્હાર પાસે જાણવા મળી. પણ કોઇ ઝૂંબેશની સફળતાએ તેને સાહેબ બનાવ્યો છે એ બાબત પણ સૂચક રહી છે. જોકે ગુજરાતી પરિવારો માટે આ ફિલ્મ ખાટું મીઠું મનોરંજન બનશે, પેટ પકડીને હસાવશે અને આંખના ખૂણા પણ ભીના કરશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code