ગેરરીતિ@પાટણ: નિયમ વિરુદ્ધ બદલીના શિક્ષકોને પરત મોકલ્યા, તાલુકા મુજબ સંખ્યામાં સમી પ્રથમ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ઉત્તેજના અને દોડધામની સ્થિતિ ચરમસીમાએ પહોંચી છે. કેટલાક મહિના અગાઉ બદલી પામેલા શિક્ષકોને છૂટાં કરવામાં આવ્યા છે. ગેરરીતિ સામે આવતાં તાત્કાલિક અસરથી દરેક ટીપીઇઓને હુકમ કરી યાદી મુજબના શિક્ષકોને છૂટાં કરવા હુકમ થયો હતો. આથી આ શિક્ષકોને હવે જૂની શાળામાં ફરજ પર જવાની નોબત
 
ગેરરીતિ@પાટણ: નિયમ વિરુદ્ધ બદલીના શિક્ષકોને પરત મોકલ્યા, તાલુકા મુજબ સંખ્યામાં સમી પ્રથમ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ઉત્તેજના અને દોડધામની સ્થિતિ ચરમસીમાએ પહોંચી છે. કેટલાક મહિના અગાઉ બદલી પામેલા શિક્ષકોને છૂટાં કરવામાં આવ્યા છે. ગેરરીતિ સામે આવતાં તાત્કાલિક અસરથી દરેક ટીપીઇઓને હુકમ કરી યાદી મુજબના શિક્ષકોને છૂટાં કરવા હુકમ થયો હતો. આથી આ શિક્ષકોને હવે જૂની શાળામાં ફરજ પર જવાની નોબત આવી છે. તાલુકા મુજબ સંખ્યામાં સૌથી વધુ સમી અને સૌથી ઓછા સિધ્ધપુર તાલુકાના શિક્ષકો છે. કુલ 52 શિક્ષકોને તાલુકા ફેર અથવા શાળા ફેર કરી ગેરરીતિ સુધારવામાં આવી છે.

ગેરરીતિ@પાટણ: નિયમ વિરુદ્ધ બદલીના શિક્ષકોને પરત મોકલ્યા, તાલુકા મુજબ સંખ્યામાં સમી પ્રથમ

ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામક સહિતના અધિકારીઓની તપાસ બાદ પાટણ જિલ્લામાં બદલીમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. નિવેદનો અને કાગળો આધારે તપાસ બાદ કુલ 52 કિસ્સામાં ગેરરીતિ સિધ્ધ થતાં રિવર્સ હુકમ થયા છે. કુલ 9 તાલુકાના 52 શિક્ષકોને છૂટાં કરી પૂર્વ જગ્યાએ (શાળામાં) હાજર કરવા આદેશ થયો છે. આથી પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંબંધિત ટીપીઇઓ યાદી મોકલી જે તે શિક્ષકોને છૂટાં કરવા કહેવામાં આવ્યું હતું. જેમાં સમી તાલુકાના સૌથી વધુ 10 શિક્ષકો છે. જ્યારે રાધનપુરના 6, સાંતલપુરના 4, શંખેશ્વરના 5, હારિજના 3, ચાણસ્મા અને પાટણના 7-7, સિધ્ધપુરના 2 અને સરસ્વતી તાલુકાના 8 શિક્ષકોને છૂટાં કરવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તત્કાલીન ડીપીઈઓ બાબુભાઈ ચૌધરીના કાર્યકાળમાં થયેલ વિવિધ હુકમો પૈકી 52 કિસ્સામાં ગેરરીતિ મળી આવી છે. આથી વિવિધ કારણે બદલી થયેલા આ 52 શિક્ષકોને ફરીથી જૂની શાળામાં જવાનું થયું છે. આ 52 શિક્ષકોની બદલી જે કારણથી કરવામાં આવી હતી તે ખોટી હોઇ ડીપીઈઓ બાબુભાઈ ચૌધરીની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ બની છે. આ 52 શિક્ષકો/શિક્ષિકાઓની બદલી રદ્દ કર્યાનું કારણ પણ જણાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અનેક શિક્ષિકોને સેવાપોથી અને ફરજની સેવાકીય બાબતોમાં ચિંતાનો વિષય બન્યો છે. આ તમામ ઘટનાક્રમ બાદ ગેરરીતિ કરનાર કે કરાવનાર વિરુદ્ધ કડક તપાસ થશે? શું તપાસ બાદ કાર્યવાહી થશે? તે સહિતના સવાલો પણ ઉભા થઇ રહ્યા છે.