માલપુર: એકસાથે બે ગામમાં કરીયાણાની દુકાનોમાં ખાદ્યચીજોની ચોરી

અટલ સમાચાર,માલપુર સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે અરવલ્લીમાં લોકો ઘરમાં જ બંધ છે. આ તરફ ગઇકાલે કરીયાણાની બે દુકાનોમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. કરિયાણાની દુકાનમાંથી માત્રને માત્ર ખાદ્યચીજોની જ ચોરી કરી હતી. માત્ર ખાદ્યચીજોની ચોરી કરિયાણાની દુકાનમાં થઈ હોવાથી લોકો પણ અચંબીત થયા છે. ચોરીને પગલે દુકાનદારોએ માલપુર પોલીસને જાણ કરી હતી. અટલ સમાચાર
 
માલપુર: એકસાથે બે ગામમાં કરીયાણાની દુકાનોમાં ખાદ્યચીજોની ચોરી

અટલ સમાચાર,માલપુર

સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે અરવલ્લીમાં લોકો ઘરમાં જ બંધ છે. આ તરફ ગઇકાલે કરીયાણાની બે દુકાનોમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. કરિયાણાની દુકાનમાંથી માત્રને માત્ર ખાદ્યચીજોની જ ચોરી કરી હતી. માત્ર ખાદ્યચીજોની ચોરી કરિયાણાની દુકાનમાં થઈ હોવાથી લોકો પણ અચંબીત થયા છે. ચોરીને પગલે દુકાનદારોએ માલપુર પોલીસને જાણ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના અણિયોર અને સાતરડા ગામે કરિયાણાની દુકાનમાં ગત રાત્રીએ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોર તત્વો દુકાનમાંથી માત્ર ખાદ્યચીજોની જ ચોરી કરી હતી. જો કે કોરોનાના લોકડાઉનની અસર વર્તાતા ખાદ્યચીજોની ચોરી કરી હોવાની આશંકા પ્રવર્તી રહી છે. સરકાર દ્વારા લોકોને અનેક સહાયો આપવામાં આવી રહી છે અને કેટલીય સેવાભાવી સંસ્થાઓ પણ ગરીબોને ત્યાં કરિયાણાની કીટનું વિતરણ પણ કરી રહી છે