આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આગળથી રાહદારી શનિવારે બપોરે કામ અર્થે જઈ રહ્યા હતા. જ્યાં પાછળથી આવતી કારના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહદારીનું કમકમાટી ભર્યુ મોત થયા મામલો ગંભીર બન્યો છે.

અંબાઇ ગઢાના રહેવાશી સોમાભાઈ ઠાકરડા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નજીકથી ટીફીન લઈને ચાલતા જતા હતા. આ દરમિયાન પાછળથી પુરઝડપે આવતી કારના ચાલકે અડફેટે લીધા હતા. 45 વર્ષીય સોમાભાઈ ભયંકર ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે ગમખ્વાર અકસ્માતમાં સારવાર અર્થે લઈ જાય તે પહેલાં જ મોત નિપજ્યું હતું. ઉલલઉલ્લેખ છે કે રાહદારી સ્થાનિક દુકાને નોકરીએ જઇ રહ્યા હતા જ્યારે સુરતના કાર ચાલક અંબાજી‌ દર્શનાર્થે જઈ રહ્યા હતા. અકસ્માત બાદ કારચાલક પરિવાર સાથે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code