અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા-અમદાવાદ હાઇવે પર મંડાલી પાટિયા પાસે લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમક્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરીનો ખૂળદો બોલાઇ ગયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 5 ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર મહેસાણા અમદાવાદ હાઇવે પર મંડાલી પાટિયા પાસે લક્ઝરી બસ અને ટેન્કર સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં બે લોકોના સ્થળ પર મોત થયા છે અને પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સહિત 108 ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને મૃત દેહને પીએમ અર્થે ખસેડી પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.